Today Gujarati News (Desk)
અમેરિકામાં છેલ્લા ઘણા સમયથી ગુજરાતીઓ પર હુમલાની ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. હવે વધુ એક ગુજરાતી પર ગોળીબારની ઘટના બની હતી જેમાં પટેલ પરિવારના મોભીનું મોત થયું હતું. ગુજરાતના મૂળના વતની અને છેલ્લા ઘણા સમયથી એટલાન્ટા સિટીમાં રહેતા પટેલ પરિવાર પર આ ધટનાથી જાણે આભ ફાટયુ હોય તેવી સ્થિતિ બની હતી. આ ઘટના અમેરિકાના એટલાન્ટામાં બની હતી.
સ્વામીનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલો હતો પરિવાર
અમેરિકામાં વસતા ગુજરાતી પરિવારો પર હુમલાનો સિલસિલો ચાલું જ છે હવે ફરી એક વખત ગુજરાતના આણંદના કરમસદના વતની પિનલભાઈ પટેલની અશ્વેતો દ્વારા ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટના 13 દિવસ પહેલા બની હતી. પટેલ પરિવારના મોભી પિનલભાઈની હત્યા થતા પરિવાર પર જાણે આભ ફાટ્યુ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયુ હતું. ગુજરાતનો આ પરિવાર સ્વામીનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલો હોવાથી પિનલભાઈને સંતોના હસ્તે અગ્નિદાહ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઘનશ્યામપ્રકાશદાસજી સહિતના સંતો પણ હાજર રહ્યા હતા.
પિનલભાઈના પરિવારમાં 5 સભ્યો છે
અમેરિકામાં સ્થાયી થયેલા પિનલભાઈને ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. પિનલભાઈના પરિવારમાં માતા પ્રભાતીબહેન, પત્ની રુપલબહેન, બહેન રેશમાબહેન, દિકરો પૂજન તેમજ દીકરી ભક્તિ પટેલ છે.