Today Gujarati News (Desk)
દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશ ભારતના વડાપ્રધાન મોદીએ લોકપ્રિયતા મામલે 22 દેશોના દિગ્ગજ નેતાઓને પછાડી દીધા છે. તાજેતરના એક સરવેમાં પીએમ મોદીને વયસ્કોની વસતીએ 78 ટકા એપ્રૂવલ રેટિંગ આપ્યું છે.
યાદીમાં ત્રીજા ક્રમે સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ એલેન બેરસેટ
આ યાદીમાં બીજા ક્રમે પીએમ મોદી બાદ મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેજ ઓબ્રાડોર છે. તેમને 68 ટકા વયસ્ક લોકોએ આ રેટિંગ આપ્યું હતું. આ યાદીમાં ત્રીજા ક્રમે સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ એલેન બેરસેટ છે. તેમને 62 ટકા એપ્રૂવલ રેટિંગ મળ્યું છે. સરવેમાં જણાવાયું છે કે સપ્ટેમ્બર 2021 બાદથી પીએમ મોદીની લોકપ્રિયતા સતત વધતી જઈ રહી છે.
બાઈડેન આ યાદીમાં સાતમાં ક્રમે રહ્યા
અમેરિકાની વૈશ્વિક સર્વેક્ષણ કંપની મોર્નિંગ કન્સલ્ટના સરવે અનુસાર આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બાનીઝને 58 ટકા રેટિંગ સાથે ચોથું અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા ડી સિલ્વાને 50 ટકા રેટિંગ સાથે 5મું સ્થાન મળ્યું છે. આ રીતે ટોચના 5 નેતાઓની યાદીમાંથી સુપરપાવર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન, બ્રિટનના પીએમ ઋષિ સુનક, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોં બહાર ફેંકાઈ ગયા હતા. ટ્રમ્પન પડકારને લીધે બાઈડેનને 40 ટકા એપ્રૂવલ રેટિંગ મળ્યું છે. બાઈડેન આ યાદીમાં ૭મા ક્રમે રહ્યા હતા. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોને 9મું સ્થાન મળ્યું છે. જ્યારે સુનકને 30 ટકા રેટિંગ મળ્યું છે. આ યાદીમાં સૌથી નીચલા ક્રમે નોર્વેના નેતા જોનાસ ગહર સ્ટોર છે.76 ટકા લોકો માને છે કે પીએમ મોદી દેશને સાચી દિશામાં આગળ લઈ જઇ રહ્યા છે.
મોર્નિંગ કન્સલ્ટ સંસ્થાએ આ સરવે હાથ ધર્યો
આ સરવે માટે મોર્નિંગ કન્સલ્ટ સંસ્થાએ અમેરિકામાં 45 હજાર લોકો સાથે ચર્ચા કરી હતી અને દુનિયાભરમાં સરેરાશ 500 થી લઈને 5000 લોકો સાથે ચર્ચા કરી હતી. આ સંપૂર્ણ સરવેના આધારે જ આ લોકપ્રિયતા માટે રેટિંગ અપાયા હતા. આ સરવે ઓનલાઈન હાથ ધરવામાં આવ્યો હતો.