પ્રતિકાત્મક તસવીર |
Today Gujarati News (Desk)
ધ્રુવ પરમાર,ઈન્ટરનેશનલ નેશનલ ડેસ્ક /તાજા મળતાં સમાચારો જોઈએ તો એર ઈન્ડિયા એક્સપ્રેસનું એક વિમાન અબુધાબી થી કાલિકટ જઈ રહ્યું.જોકે કોઈ યાંત્રિક ખામી સર્જાતા આ વિમાનના એંજીનમાં અચાનક આગ લાગી હતી.જોકે વિમાનના કેપ્ટન દ્વારા પ્રવાસીઓ નાં જીવન બચાવવા ત્વરિત નિર્ણય લેવાયો હતો .અને આ યાત્રી વિમાનને પરત અબુધાબી હવાઈ અડ્ડા પર લઈ જઈ ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.આમ અબુધાબી થી ટેકઓફ થયા બાદ નાં થોડાક જ સમયમાં આ પ્રવાસી વિમાનમાં અકસ્માતે એન્જિન માં આગ લાગતાં તેનું પરત તુરત અબુધાબી માં લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
એર ઈન્ડિયા એક્સપ્રેસે માહિતી આપી હતી કે વિમાન સુરક્ષિત રીતે ઉતરી ગયું છે અને તમામ મુસાફરો સુરક્ષિત છે.
ફાઈલ ફોટો |
ડીજીસીએના જણાવ્યા અનુસાર જ્યારે ફ્લાઈટ ટેકઓફ થઈ ત્યારે તેમાં 184 મુસાફરો સવાર હતા.
એર ઈન્ડિયા એક્સપ્રેસે એએનઆઈને જણાવ્યું હતું કે, “ઉડ્યા પછી અને 1,000 ફીટ પર ચઢ્યા પછી, પાયલોટે ને વિમાનના એક એન્જિનમાં આગ લાગી હોવાનું જણાયું હતું.અને તે બાદ તુરંત તેમણે અબુ ધાબી એરપોર્ટ પર પાછા જવાનું નક્કી કર્યું.હતું “
ડીજીસીએએ જણાવ્યું કે એર ઈન્ડિયા એક્સપ્રેસ B737-800 એરક્રાફ્ટ મિડ-એર ફ્લેમઆઉટને કારણે અબુ ધાબી એરપોર્ટ પર પરત ફર્યું છે.અને તમામ યાત્રીઓ સુરક્ષિત છે.