Today Gujarati News (Desk)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટને આશાનું બજેટ જણાવ્યું છે. તેમણે કહ્યું- એ ગરીબ, ખેડૂતો અને મધ્યમવર્ગની અપેક્ષાઓ પૂર્ણ કરશે. પરંપરાગત રીતે પોતાના હાથથી હથિયાર અને ટૂલ્સથી આકરી મહેનત કરી કોઈ ને કોઈ સર્જન કરનાર કરોડો વિશ્વકર્મા આ દેશના નિર્માતા છે.
તેમણે આગળ જણાવ્યું હતું કે લુહાર, સોની, મૂર્તિકારનું ખૂબ જ લાંબું લિસ્ટ છે. આ બધાની મહેનતથી દેશ આ બજેટમાં પહેલીવાર અનેક પ્રોત્સાહન યોજનાઓ લઈને આવ્યું. એવામાં લોકો માટે ટ્રેનિંગ, ટેક્નોલોજી સપોર્ટની વ્યવસ્થા કરી છે. ગામમાં રહેતી મહિલાઓનાં જીવનને સરળ બનાવવા માટે વીતેલાં વર્ષોમાં સરકારે અનેક પગલાં ભર્યાં છે. જળજીવન, પીએમ આવાસ યોજના હોય એવાં અનેક પગલાં ભર્યાં છે. મહિલા સેલ્ફ હેલ્થ ગ્રુપ સામર્થ્યવાન ક્ષેત્ર છે.