Today Gujarati News (Desk)
દુનિયાભરમાંથી કટોરો લઈને ભીખ માંગી રહેલા કંગાળ પાકિસ્તાનને તેના નજીકના મુસ્લિમ મિત્ર દેશ સઉદી અરબ અને સંયુક્ત અરબ અમીરાતે મોટો ઝટકો આપ્યો છે. હાલના દિવસોમાં આ બંને દેશોએ પાકિસ્તાની સરકારને સ્પષ્ટ કહ્યું છે કે, તે કાશ્મીરને ભૂલી જાય અને ભારત સાથે દોસ્તી કરીને વિવાદને ખતમ કરે. એટલું જ નહીં કાશ્મીરમાંથી કલમ 370 હટાવાના નિર્ણયને લઈને પાકિસ્તાન જે રીતે રઘવાયું થયું છે, તેના પર પણ સઉદી અરબ અને યૂએઈએ શહબાઝ સરકારને મૌન ધારણ કરી લેવા કહ્યું છે. યૂએઈએ તો પાકિસ્તાનના વાંધાઓને સાઈડમાં કરતા કાશ્મીરમાં મોટા પાયે રોકાણ કરવા જઈ રહ્યું છે.પાકિસ્તાની અખબર એક્સપ્રેસ ટ્રિબ્યૂનના પત્રકાર કામરાન યુસુફના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર પાકિસ્તાન અત્યાર સુધી કાશ્મીરને લઈને ઈસ્લામિક દેશોના સંગઠન ઓઆઈસીમાં મોટા ભાગે હોબાળો મચાવતું રહ્યું છે. સઉદી અરબ ઓઆઈએસીના સૌથી પ્રભાવી દેશ છે અને તેને તે લીડ કરે છે. ઓઆઈસી સઉદી અરબના ઈશારા પર ચાલે છે. હવે સઉદી અરબે સ્પષ્ટ કહી દીધું છે કે, ઓઆઈસી કાશ્મીરને લઈને પાકિસ્તાનનો સાથ આપશે નહીં. પાકિસ્તાન અત્યાર સુધી દુનિયાના દરેક મોટા મંચ પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવતું રહ્યું છે. જો કે, હવે સઉદી અરબ અને યૂએઈએ સ્પષ્ટ કહી દીધું છે કે, પાકિસ્તાનની સામે એવી સ્થિતી છે કે, કાંતો અર્થવ્યવસ્થા બચાવે અથવા તો, કાશ્મીરનું રટણ રટ્યા કરે.
પાકિસ્તાનને છોડી ભારત સાથે શા માટે દોસ્તી કરી રહ્યું છે સઉદી
સઉદી અરબ અને યૂએઈએ એવું પણ કહ્યું કે, પાકિસ્તાન ભારત સાથે શાંતિથી રસ્તો કાઢે. આ અગાઉ પણ સમાચાર આવ્યા હતા કે, યૂએઈએ જનરલ બાઝવા અને ઈમરાન ખાનના સમયમાં ભારતની સાથે બૈક ચેનલ વાતચીતની વ્યવસ્થા કરી હતી. કહેવાય છે કે, કાશ્મીરને લઈને જનરલ બાઝવા સાથે સમાધાન કરવા માટે સહમત થયા હતા. પણ ઈમરાન ખાન અચાનક પાછળ હટી ગયા હતા. જનરલ બાઝવાના નજીકના લોકોએ દાવો કર્યો હતો કે, પીએમ મોદી પાકિસ્તાન આવવાના હતા, પણ ઈમરાન ખાન અચાનક પાછળ હટી ગયા,જેથી તે શક્ય ન બન્યું.