Today Gujarati News (Desk)
ચારેબાજુ BBC ડોક્યુમેન્ટરીની ચર્ચા અને વિવાદ બંને થઇ રહ્યો છે. તો ક્યારેક કોઇ આ ડોક્યુમેન્ટરીને લઇને વિવાદિત નિવેદન આપી રહ્યું છે.
બ્રિટિશ બ્રોડકાસ્ટર બીબીસી ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચનની એક ડોક્યુમેન્ટ્રી પર આ દિવસોમાં દેશમાં ઘણો વિવાદ ચાલી રહ્યો છે. ડોક્યુમેન્ટ્રીમાં 2002ના ગુજરાત રમખાણોમાં તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીની ભૂમિકા પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ ડોક્યુમેન્ટરીને વાંધાજનક અને પ્રોપેગેન્ડા ગણાવીને કેન્દ્ર સરકારે દેશમાં તેની લિંક શેર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જે બાદ દેશની ઘણી યુનિવર્સિટીઓમાં ડાબેરી વિદ્યાર્થી સંગઠનો બીબીસીની આ ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગને લઈને હંગામો મચાવી રહ્યા છે.
આ ડોક્યુમેન્ટરીને લઇને કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું છે, કે તેમણે લોકોને ક્યારેય ગુજરાતના રમખાણો ભૂલીને આગળ વધવાનું કહ્યું નથી.
શશિ થરૂરે અગાઉ તેમના એક નિવેદનમાં કહ્યું હતું કે, હવે આપણે ગુજરાત રમખાણોને પાછળ છોડીને આજના સમયની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સુપ્રીમ કોર્ટના નિર્ણયને ટાંકતા તેમણે કહ્યું કે, “આ ઘટનાને 21 વર્ષ વીતી ગયા છે. સુપ્રીમ કોર્ટે આ મામલે પીએમને ક્લીનચીટ આપી પણ દીધી છે.”
શશિ થરૂરની સોશિયલ મીડિયા પર ઘણી ટીકા થઈ હતી. જે બાદ શશિ થરૂરે પોતાના નિવેદન પર સ્પષ્ટીકરણ આપ્યું છે.
તિરુવનંતપુરમના કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, ભારતે હવે આ ઘટનાને મુકીને આગળ વધવું જોઈએ. લોકોને લાગે છે કે આ બે દાયકા જૂની બાબતને પાછળ છોડી દેવી જોઈએ. આ મામલે સુપ્રીમ કોર્ટે પણ પોતાનો ચુકાદો આપ્યો છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે, તેઓ એવા લોકો પર પણ આક્ષેપો નથી કરી રહ્યા કે, જેમને લાગે છે કે ગુજરાત રમખાણોનું સંપૂર્ણ સત્ય હજી બહાર આવ્યું નથી. શશિ થરૂરના આ નિવેદન બાદ યુઝર્સે સોશિયલ મી