Today Gujarati News (Desk)
સુખોઈ-20 અને મિરાજ 2000 એરક્રાફ્ટ એકબીજા સાથે ટકરાઈને ક્રેશ થતા દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયાના સમાચાર છે. ડિફેન્સ સુત્રોના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશના મુરેનામાં ફાઈટર પ્લેન ક્રેશ થયા હતા. એરફોર્સનું સુખોઈ-30 MKI અને એક મિરાજ-2000 ક્રેશ થયું છે.
શનિવારે સવારે એરફોર્સનું ફાઈટર જેટ ક્રેશ થયું હતું. પ્લેનના ટુકડે-ટુકડા થઈ ગયા હતા. લોકોએ જણાવ્યું કે ફાઈટર પ્લેનમાં આકાશમાં જ આગ લાગી હતી.ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને સેનાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટનાસ્થળે ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા.
Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878