Today Gujarati News (Desk)
Today gujarati news ,ધ્રુવ પરમાર,બનાસકાંઠા.
બનાસકાંઠાનાં નાં ચંડીસર જીઆઇડીસીમાં થયેલ કરુણાંતિકા માં અહીંની એક ફેકટરીમાં કામ કરતી શ્રમજીવી મહિલાનાં પુત્ર- પુત્રીને,એક ટેન્કર ચાલકે ગફલતભર્યું ડ્રાઈવિંગ કરી,ટેન્કર નાં ટાયર નીચે બન્ને બાળકોને કચડી નાખતા આ બને માસૂમ નાં મોત થયા હતા.આ બાળકો ની માતા જ્યારે ફેકટરીમાં બોઈલર વિભાગમાં કામ પર જતી હતી તેવાજ સમયે આ અકસ્માત સર્જાયો હતો .જેનાથી માં પોતાના વહાલસોયા બાળકોને નજર સામે જ કચડાતાં જોતાં ફસડાઈ પડી હતી.અને ભારે કલ્પાંત કરતા સમગ્ર વિસ્તારમાં શોક છવાયો હતો.
પીડિત શ્રમજીવી પરિવાર નાં પતિપત્ની,મધ્યપ્રદેશમાં થી ગુજરાતમાં મજૂરી કરતાં હતાં,બન્ને સંતાનોનાં મોતથી માતમ.
આ અકસ્માતમાં મધ્યપ્રદેશ માં રહેતા લાલસિંહ માનસિંહ બારીયા વૈષ્ણોદેવી,રિફોઈલસ એન્ડ સોવલેક્સ ઓઇલ મીલમાં છેલ્લા 10 વર્ષથી પરિવાર સાથે કામ કરે છે.જેમની પત્ની રેખાબેન પણ આ જ ફેકટરીમાં બોઈલર વિભાગમાં કામ કરતા હતા.જેઓ દીકરા હાર્દિક અને હંસિકા સાથે બોઈલર વિભાગમાં કામકાજ અર્થે જતા હતા .તેવામાં જ કાળ બની આવેલ ટેન્કર ચાલક અલાઉદિંખાન ઘાસુરા એ પૂરઝડપે ઘસી આવી આ બન્ને માસૂમ ને ટેન્કર ની અડફેટે લઈ કચડયા હતા.જેમાં બન્ને નું મોત થયું હતું.આ મામલે ગઢ પોલીસે આરોપી ટેન્કર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે .