Today Gujarati News (Desk)
છેલ્લાં ઘણા સમયથી પ્લેનમાં મુસાફરો સાથે થઇ રહેલી ઘટના તેમજ એરહોસ્ટેસ સાથે છેડછાડ અને મારામારીની ઘટનાઓે જોર પકડ્યુ છે. ત્યારે તાજેતરમાં જ ગો ફર્સ્ટની ફ્લાઈટ દ્વારા 55 મુસાફરોને લીધા વગર ઉડી જવાની ઘટના સામે આવી હતી. આ મામલે DGCAએ ગો એર પાસેથી રિપોર્ટ માગ્યો હતો. દરમિયાન આ ઘટનામાં નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ Go Firstને રૂપિયા 10 લાખનો દંડ ફટકાર્યો છે. 9મી જાન્યુઆરીએ દિલ્હી-બેંગ્લોરની ગો એરની ફ્લાઈટ 55 પેસેન્જરને બેંગ્લોર એરપોર્ટ પરથી લીધા વિના ઉડી ગઈ હતી. તપાસમાં જામવા મળ્યું કે, ગો એરના કોમ્યુનિકેશનમાં સમસ્યા સર્જાઈ હતી.
55 મુસાફરોને અન્ય ફ્લાઈટમાં દિલ્હી મોકલાયા હતા
ગો ફર્સ્ટની બેંગલુરુ- દિલ્હી ફ્લાઇટ 55 પેસેન્ઝરને લીધા વગર જ ઉડી ગઈ હતી. ગો ફર્સ્ટ આ મામલે તેની ઇન્ટર્નલ તપાસ પણ કરી હતી. ગો ફર્સ્ટ આ તમામ 55 મુસાફરોને બેંગ્લોર એરપોર્ટ પર છોડીને અન્ય ફ્લાઇટમાં દિલ્હી મોકલ્યા હતા. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ પણ આ સમગ્ર મામલે ગો ફર્સ્ટ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. રિપોર્ટ બાદ DCGA ગો એરને રૂપિયા 10 લાખનો દંડ ફટકાર્યો છે.
મુસાફરોએ ગુસ્સો વ્યક્ત કરી એરલાઈન્સ પાસે જવાબ માગ્યો હતો
ઉલ્લેખનિય છે કે, આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલા મુસાફરો ટ્વિટર પર PM મોદી ઓફિસ અને નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ ટેગ કરીને એરલાઈન્સ પાસેથી જવાબ માગ્યો હતો.
તાજેતરમાં જ એર ઈન્ડિયાને ફટકારાયો હતો 30 લાખ રૂપિયાનો દંડ
તાજેતરમાં જ એર ઇન્ડિયા પ્લેનમાં પી-ઘટનાને મામલે DGCAએ મામલે મોટી કાર્યવાહી કરી હતી. DGCAએ એર ઈન્ડિયા પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તેમજ ઘટના સમયે પ્લેનના પાયલટનું લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. એર ઈન્ડિયાએ ગુરુવારે યાત્રી શંકર મિશ્રા પર ગયા વર્ષે 26 નવેમ્બરે પેશાબ કરવાની ઘટના માટે ચાર મહિના માટે પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધ તેના પર લાદવામાં આવેલા 30 દિવસના પ્રતિબંધ ઉપરાંત હતો. આ ઘટના 4 જાન્યુઆરીએ DGCAના ધ્યાન પર આવી હતી. એર ઈન્ડિયાના સીઈઓએ પણ કહ્યું હતું કે, ચાર ક્રૂ મેમ્બર્સ અને એક પાઈલટને તપાસ પૂર્ણ થવા સુધી ફરજ પરથી હટાવી દેવામાં આવ્યા છે અને એરલાઈન બોર્ડ પર આલ્કોહોલ સર્વ કરવા અંગેની તેની નીતિની સમીક્ષા કરી રહી છે.