Today Gujarati News (Desk)
હાલ વિદેશોમાં ગુજરાત અને ગુજરાતીઓની ભારે બોલબાલા છે, મોદીનું ગુજરાત ઘણી બધી વસ્તુઓ માટે જાણીતું છે અને તેમાય ખાસ કરીને જયારે વિવિધ વાનગીની વાત નીકળે તો તેમાં પણ ગુજરાતી ડીશોએ વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. અને સાથે જ ગુજરાત ખાસ વિદેશીઓને હોલી ડે માટે પણ આકર્ષે છે., ત્યારે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના કોન્સ્યુલેટ જનરલ ગુજરાતની મુલાકાતે આવવાના છે ત્યારે તેમણે તેમના ઇન્સ્ટાગ્રામ પર ખાસ ગુજરાતમાં ખાસ ટ્રાય કરવા જેવી ડીશનુ અને જોવા લાયક સ્થળોનું રેકમન્ડેશન માંગ્યું હતું.
‘અતિથી દેવો ભવ:’ એ ભારતની સંસ્કૃતિનો એક મોટો ભાગ છે. ભારતમાં અને ખાસ કરીને ગુજરાત તેની એક આગવી ઓળખ ધરાવે છે.ગુજરાત અતિથિઓના સત્કાર માટે હમેશા જાણીતું છે. ગુજરાતમાં જોવાલાયક સ્થળો ઉપરાંત પણ અમુક વાનગીઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે..એક જાણીતી કહેવત છે કે ‘ કાશીનું મરણ અને સુરતનું જમણ’ એમ ગુજરાતનું જમણ આખા વિશ્વમાં પ્રખ્યાત છે. તો જયારે માઈક હેન્કી ગુજરાત આવી રહ્યા છે ત્યારે એક ગુજરાતી તરીકે તમે કઈ ડીશ અને કઈ જગ્યા ફરવા માટે તેમને સજેસ્ટ કરશો ?
યુએસ કાઉન્સેલે માંગ્યા સજેશન:
એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં ગઈકાલે ધ કોન્સ્યુલેટ જનરલ ઓફ ધ અમેરિકા, માઈક હેન્કી આગામી દિવસોમાં ગુજરાતની મુલાકાતે આવવાના છે. અને ગુજરાતની આ મુલાકાતનો તેઓ ભરપુર લુત્ફ ઉઠાવવા માંગે છે અને ગુજરાતમાં આવો અને ગુજરાતી જમણ ન જમો કે ગુજરાતની જાણીતી જગ્યાનો તેના સ્થાપ્ય્તોણે ન જુવો ત્યાં સુધી મુલાકાત અધુરી ગણાય આથી તેમણે ગુજરાતમાં ખાસ ચાખવા જેવી વાનગીઓનું અને ફરવા લાયક સ્થળોનું સજેશન માંગ્યું હતું.
અને આ સજેશન માંગવા માટે તેમણે તેમના ઇન્સ્ટાગ્રામનો સહારો લીધી હતો અને તેમના ફોલોઅર્સ પાસે તેમની ગુજરાત યાત્રા દરમિયાન ન ચૂકવા જેવી ખાસ ગુજરાતી વાનગીઓનું લીસ્ટ મંગાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે instagram પર આ પોસ્ટ તેમના વતીથી યુએસ કોન્સ્યુલેટ જનરલના મુંબઈ ડિવિઝને કરી હતી.