Today Gujarati News (Desk)
આવતીકાલે દેશભરમાં શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ રિલિઝ થવાની છે. આ ફિલ્મે વિદેશમાં સ્ક્રિનિંગ મામલે અનેક રેકોર્ડો તોડ્યા છે, તો બુકિંગ મામલે પણ ફિલ્મે બાહુબલી 2નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. જોકે હાલ ફિલ્મ પઠાણ માટે ખરાબ સમાચાર આવ્યા છે. 25 જાન્યુઆરીએ રિલિઝ થનારી ફિલ્મ પઠાણને લઈને ખરાબ સમાચાર સામે આવતા જ ફિલ્મ નિર્માતાઓની ઉંઘ ઉડી ગઈ છે. અહેવાલો અનુસાર Tamilrockers, Filmy4wap, Filmyzilla, Mp4movies, Pagalworld અને Vegamovies જેવી વેબસાઈટોએ રિલિઝ પહેલા જ શાહરૂખ ખાનની ‘પઠાણ’ને લીક કરી દીધી છે.
સ્ક્રનિંગ અને બુકિંગ મામલે ‘પઠાણે’ તોડ્યા રેકોર્ડ
કહેવામાં આવી રહ્યું છે કે, યશરાજ ફિલ્મ્સના બેઠક હેઠળ બનેલી ફિલ્મ ‘પઠાણ’ને વિદેશમાં 2500થી વધુ સ્ક્રીનિંગ મળ્યું છે, જે અત્યાર સુધીમાં રિલિઝ થયેલી તમામ ભારતીય ફિલ્મો કરતા વધુ છે. અહેવાલો મુજબ ફિલ્મને 100થી વધુ દેશોમાં રિલિઝ કરવામાં આવી રહી છે. બીજી તરફ ફિલ્મે એડવાન્સ બુકિંગ મામલે પણ રેકોર્ડ તોડી રહી છે. ભારતમાં આ ફિલ્મે એસ.એસ.રાજામૌલી દ્વારા નિર્દેશીત કરાયેલી šબાહુબલી 2 : કન્ક્લૂજન’ને પણ પાછળ છોડી દીધી છે. કહેવાઈ રહ્યું છે કે, ભારતમાં મંગળવાર સવાર સુધીમાં આ ફિલ્મનનું 8,05,915 ટિકિટોનું બુકિંગ થઈ ગયું છે. જો બાહુબલી 2ની વાત કરીએ તો આ ફિલ્મની 6.50 લાખ ટિકિટોનું બુકિંગ થયું હતું. ખાસ વાત એ છે કે, પઠાણની રિલિઝને માત્ર એક દિવસ બાકી છે અને આશા વ્યક્ત કરાઈ છે કે, ફિલ્મના એડવાન્સ બુકિંગનો આંકડો હજુ ઉપર જઈ શકે છે. આ ફિલ્મને તમિલ અને તુલુગુ ભાષામાં પણ ઘણો રિસ્પોન્સ મળી રહ્યો છે.
બુકિંગની કમાણી 24 કરોડને પાર
કલેક્શનની વાત કરીએ તો અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ફિલ્મને એડવાન્સ બુકિંગથી થયેલી કમાણીમાં લગભગ 24 કરોડ રૂપિયાનો પાર કરી લીધો છે અને 25 કરોડના આંકડાની નજીક આવી ગઈ છે. એવું મનાઈ રહ્યું છે કે, બોક્સ ઓફિસ પર ફિલ્મ ધમાકેદાર ઓપનિંગ કી શકે છે. ફિલ્મ વિકડેમાં રિલિઝ થઈ રહી છે, જે એક નૉન હોલિડે દિવસ છે. જોકે આ ફિલ્મને 5 દિવસનો વિકએન્ડ મળી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, ફિલ્મ પ્રથમ દિવસે જ 40-50 કરોડની કમાણી કરી શકે છે જ્યારે તેનું વીકેન્ડ કલેક્શન 150-200 કરોડ રૂપિયાએ પહોંચવાની સંભાવના છે. બીજી તરફ બોક્સ ઓફિસ પર ફિલ્મ પઠાણ પ્રથમ દિવસે કમાણી મામલે બાહુબલી 2ના હિન્દી વર્જનનો રેકોર્ડ તોડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. બાહુબલી 2ની ઓપનિંગ લગભગ 41 કરોડ રૂપિયાથી શરૂ થઈ હતી.