Today Gujarati News (Desk)
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા વિભિન્ન રાજ્યોમાં પસાર થતા અમુક સમય પહેલા રાજસ્થાન પહોંચી હતી. યાત્રા જ્યારે રાજસ્થાનના દોસા પહોંચી તો તેમણે એક યુટ્યુબ ચેનલને ઈન્ટરવ્યુ આપ્યુ જેમાં તેમણે પોતાની પર્સનલ લાઈફ વિશે ઘણી બધી વાતો શેર કરી.
સાથે જ રાહુલ ગાંધીએ એ પણ જણાવ્યુ કે તેઓ પોતાના લાઈફ પાર્ટનરમાં કઈ ખાસિયતો ઈચ્છે છે, તેમને ભોજનમાં શુ પસંદ છે અને શુ પસંદ નથી. તેઓ આટલા ફિટ કેવી રીતે રહે છે. રાહુલ ગાંધીએ આ તમામ પ્રશ્નોના જવાબ આપ્યા. રાહુલ ગાંધીએ કહ્યુ હુ લગ્નનો વિરોધી નથી. મારા માતા-પિતાનું લગ્નજીવન ખૂબ સરસ હતુ. તેઓ એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. તેથી હુ પણ એવી જ યુવતી ઈચ્છુ છુ જ્યારે મને એવી યુવતી મળી જશે તો હુ લગ્ન કરી લઈશ. રાહુલ ગાંધીએ યુવતીની પસંદગી વિશે કહ્યુ તે યુવતી પ્રેમાળ અને બુદ્ધિશાળી હોવી જોઈએ.
રાહુલ ગાંધીએ જણાવ્યુ કે અમારા ઘરે લંચમાં ખૂબ સાદુ ભોજન બને છે અને રાત્રે કોન્ટિનેન્ટલ ફૂડ બને છે પરંતુ હુ ખૂબ કંટ્રોલમાં જમુ છુ. યાત્રા દરમિયાન જ્યારે હુ તેલંગાણામાં હતો ત્યારે ત્યાં સ્પાઈસી ફૂડ જમવામાં ખૂબ મુશ્કેલી પડતી હતી કારણ કે ત્યાં ખૂબ તીખુ જમવાનું જમવામાં આવે છે. જ્યારે હુ ઘરે હોવ છુ ત્યારે ડાયટને લઈને સ્ટ્રિક્ટ રહુ છુ અને હંમેશા હેલ્ધી ફૂડ જમવાનું પસંદ કરુ છુ. હુ ઘણીવાર મીઠી વસ્તુઓ ખાતો નથી પરંતુ મને આઈસક્રીમ ખાવાનું ખૂબ ગમે છે. હુ એક વખતમાં 2 આઈસક્રીમ ખાઈ શકુ છુ. મને જેકફ્રૂટ અને વટાણા ખાવા ગમતા નથી.