Today Gujarati News (Desk)
બોલીવુડ સુપરસ્ટાર કરીના કપૂરે ‘બોયકોટ બોલીવુડ’ ટ્રેન્ડ મુદ્દે રવિવારે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, હું તેનાથી બિલકુલ સહમત નથી. કોલકાતામાં એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે, જે આવું થશે તો આપણે મનોરંજન કેવી રીતે કરીશું. તમારા જીવનમાં આનંદ અને ખુશી કેવી રીતે મળશે જે મને લાગે ત્યાં સુધી દરેકને જોઈએ છે. જો ફિલ્મો નહીં હશે તો મનોરંજન કેવી રીતે થશે. તેની આ ટિપ્પણી શાહરૂખ ખાનની આગામી રિલીઝ ફિલ્મ ‘પઠાણ’ના ગીતને લઈને બહિષ્કારના આહવાન વચ્ચે આવી છે. જેમાં ‘બેશરમ ગીત’ માં દિપીકા પાદુકોણને એક નારંગી રંગના કપડામાં બતાવવામાં આવી છે. જે ટિકાકારોના મતે હિંદુ ધર્મમાં પવિત્ર ભગવા કપડા જેવો દેખાય છે. અને તે હિંદુ ધર્મનું અપમાન છે.
બહિષ્કારનું આહવાન એ જે પ્રકારે છે જે પ્રકારે આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઠ્ઠા’ વિરુદ્ધ કરવામાં આવ્યો હતો. જેમાં કરીના કપૂર મુખ્ય ભૂમિકામાં હતી. સોશિયલ મીડિયાના એક વર્ગે આમિર ખાનના 2015ના એક ઈન્ટરવ્યુ બાદ ફિલ્મના બહિષ્કારનું આહવાન કર્યું હતું. જેમાં તેમને એવું કહેતા સાંભળવામાં આવ્યા હતા કે તેમની તત્કાલીન પત્ની કિરણ રાવે તેમને ભારતમાં ‘વધતી અસહિષ્ણુતા’ ના કારણે દેશ છોડવાનું સૂચન કર્યું હતું.
કરીનાએ તે સમયે પણ બોયકોટ ટ્રેન્ડનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, તથ્ય એ છે કે, આ ફિલ્મનો બહિષ્કાર ન કરવો જોઈએ. તે ખૂબ જ સુંદર ફિલ્મ છે. અને હું ઈચ્છું છું કે, લોકો મને અને આમિરને સ્ક્રીન પર જુએ.
હાલના દિવસોમાં બોલીવૂડ ફિલ્મોનો બહિષ્કાર કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ગયા વર્ષે, બ્રહ્માસ્ત્ર અને રક્ષાબંધન જેવી ઘણી મોટી ફિલ્મો ઓનલાઈન બહિષ્કાર ઝુંબેશથી પ્રભાવિત થઈ હતી.