Today Gujarati News (Desk)
કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે આરોપ લગાવ્યો કે કોવિડ-19 મહામારી ફેલાયા બાદ કોંગ્રેસે વિદેશી વેક્સિન માટે દબાણ બનાવ્યુ હતુ. જે બાદ વિપક્ષી દળના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્ય મંત્રી પર ખોટુ ફેલાવવાનો આરોપ લગાવ્યો.
રાજીવ ચંદ્રશેખરે ફાઈઝરના મુખ્ય કારોબારી અધિકારી આલ્બર્ટ બોર્લાની દાવોસમાં એક પત્રકાર સાથે વાતચીતનો એક વીડિયો ટેગ કરતા ટ્વીટ કરી કે દવા કંપનીએ વળતરની શરતોનો સ્વીકાર કરવા માટે ભારત સરકાર પર દબાણ બનાવવાનો પ્રયત્ન કર્યો. સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા ફાઈઝરના સીઈઓ આલ્બર્ટ બોર્લા વેક્સિનના પ્રભાવને મુદ્દે થતા પ્રશ્નોથી ભાગતા જોવા મળ્યા હતા.
રાજીવ ચંદ્રશેખરે લખ્યુ, અને કોંગ્રેસના ત્રણ નેતાઓ રાહુલ ગાંધી, પી ચિદમ્બરમ અને જયરામ રમેશ કોવિડ દરમિયાન વિદેશી વેક્સિન માટે દબાણ બનાવતા રહ્યા. જેના જવાબમાં જયરામ રમેશે ટ્વીટ કરીને રાજીવ ચંદ્રશેખરને કહ્યુ કે તેમને પોતાની મહત્વાકાંક્ષાઓના કારણે ખોટુ બોલવુ જોઈએ નહીં. તેમણે લખ્યુ, રાજીવ ચંદ્રશેખર જી, સોશિયલ મીડિયાના નિયમનની જવાબદારી સંભાળનાર મંત્રી તરીકે તમે મારા અને મારા સહયોગી પી. ચિદમ્બરમ વિરુદ્ધ ખોટુ ફેલાવવા માટે આનો ઘોર દુરુપયોગ કરી રહ્યા છે. અમે આને ચૂપચાપ સહન કરીશુ નહીં. હુ જણાવવા ઈચ્છુ છુ કે તમે વાસ્તવમાં શુ છો. શુ ટ્વીટરમાં તમને બેનકાબ કરવાની હિંમત છે?
કોરોના મહામારીની પહેલી લહેરમાં ફાઈઝરે પોતાની વેક્સિન ભારતને વેચવાનો પ્રસ્તાવ આપ્યો હતો. કંપનીએ 2021માં એમઆરએનએ આધારિત વેક્સિન વિકસિત કરવાની જાહેરાત કરી હતી. ચર્ચા દરમિયાન કંપનીએ કેન્દ્ર સરકારને વળતરની શરતમાંથી છુટ આપવાની માંગણી કરી હતી. જોકે, મોદી સરકારે આ માંગણીને માનવાની મનાઈ કરી દીધી હતી. વળતરની શરત હેઠળ જો કોઈ દવા કે વેક્સિનની વિપરીત અસર થાય છે તો ઉત્પાદક કંપનીએ જવાબદારી લેવી પડે છે. ફાઈઝર વેક્સિન દ્વારા લાભ મેળવવા માંગતી હતી, પરંતુ જવાબદારી લેવા માંગતી નહોતી. ભારતે સ્વદેશી કોવિશીલ્ડ અને કોવેક્સિન વેક્સિન દ્વારા પોતાની સમગ્ર આબાદીનું સફળ રસીકરણ ખૂબ ઓછા સમયમાં પૂર્ણ કર્યુ. એટલુ જ નહીં ભારતે અન્ય દેશોને પણ આ વેક્સિનનો પુરવઠો આપ્યો.