Today Gujarati News (Desk)
વ્હીકલ સ્ક્રેપ પોલિસી હેઠળ આગામી એક એપ્રિલથી 15 વર્ષ જૂના વાહનો રસ્તાઓ પર ચાલી શકશે નહિ, પરંતુ આંતરિક સુરક્ષા, કાનૂન વ્યવસ્થા અને દેશની રક્ષા સાથે જોડાયેલા 15 વર્ષ જૂના વાહનો પર આ નિયમ લાગૂ નહિ થાય.
વ્હીકલ સ્ક્રેપ નીતિ
એટલે કે સરકારી વાહન, 1 એપ્રિલ પછી પણ રસ્તાઓ પર દોડી શકશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ બાબતે હિતધારકોના સૂચનો અને વાંધાઓ લીધા પછી 16 જાન્યુઆરીએ આ અંગે અંતિમ સૂચના જાહેર કરી છે. આમાં ઉલ્લેખ છે કે, વ્હીકલ સ્ક્રેપ નીતિ એક એપ્રિલ 2023થી લાગૂ થઈ રહી છે.
15 વર્ષ જૂના ડીઝલ વાહનો પર પ્રતિબંધ
આ અનુસાર, 15 વર્ષ જૂના ડીઝલ વાહનો પર પ્રતિબંધ લાગી જશે. જૂના વાહનો રસ્તાઓ પર નહિ ચલાવી શકાય. પરંતુ સરકારી વાહનો પર આ નિયમ લાગૂ નહિ થાય. આમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર. તેમના સાર્વિજનિક ઉપક્રમ, નગર નિગમ, નગર પાલિકા, પંચાયત, સ્વાયત નિકાય, સેના, પોલીસ વગેરે વાહનોને સામેલ કરવામાં આવ્યા છે. આમા વાહનો ચલાવવા માટે પ્રતિ વર્ષ ફિટનેટ સર્ટિફિકેટ અને રજિસ્ટ્રેશન રિન્યુઅલ ફી ચૂકવવાની રહેશે.