Today Gujarati News (Desk)
ભારતીય શેરમાર્કેટમાં 27 જાન્યુઆરીથી નવી સેટલમેન્ટ સિસ્ટમ લાગુ થવા જઈ રહી છે. આ વ્યવસ્થા લાગુ થયા પછી સેટલમેન્ટની મુદ્દતમાં ઘટાડો થઈ જશે. અગાઉ 2003માં આ પ્રકારના ફેરફાર કરાયા હતા. ત્યારે T+2 સિસ્ટમ લાગુ કરાઈ હતી. હવે તેના બે દાયકા પછી એક નવી સેટલમેન્ટ સિસ્ટમ લાગુ થવાની તૈયારી થઇ રહી છે.
ભારતીય ઈક્વિટી માર્કેટ હવે સંપૂર્ણપણે એક નાનકડી ટ્રાન્સફર સાઈકલમાં શિફ્ટ થશે
ભારતીય ઈક્વિટી માર્કેટ હવે સંપૂર્ણપણે એક નાનકડી ટ્રાન્સફર સાઈકલમાં શિફ્ટ થશે જેને T+1 સેટલમેન્ટ કહેવાય છે. આ નિયમ લાગુ થયા બાદ સેલર અને બાયર્સના ખાતામાં વેપાર સમાપ્ત થયાના 24 કલાકમાં પૈસા પ્રાપ્ત કરવાની મંજૂરી મળશે.સરળ શબ્દોમાં કહીએ તો જો તમે તમારા પોર્ટફોલિયોમાં સામેલ શેરને વેચો છો તો 24 કલાકમાં તેના પૈસા તમારા ખાતામાં ક્રેડિટ થઈ જશે.
તમામ લાર્જ-કેપ અને બ્લૂ-ચીપ કંપનીઓ 27 જાન્યુઆરીએ T+1 સિસ્ટમ પર સ્વિચ કરશે
તમામ લાર્જ-કેપ અને બ્લૂ-ચીપ કંપનીઓ 27 જાન્યુઆરીએ T+1 સિસ્ટમ પર સ્વિચ કરી જશે. હાલમાં બજારમાં T+2 સિસ્ટમ લાગુ છે. તેના લીધે ખાતામાં પૈસા પહોંચવામાં 48 કલાકનો સમય લાગે છે. શેરબજારમાં T+2નો નિયમ 2003થી લાગુ છે. 27 જાન્યુઆરી 2023થી હવે તેમાં બદલાવ થશે. T+1 સેટલમેન્ટ સિસ્ટમ રોકાણકારોને ફંડ અને શેરોમાં ઝડપથી રોલ કરીને વધારે ટ્રેડિંગ કરવાના વિકલ્પ આપશે.