Today Gujarati News (Desk)
હાલ હજુ વિશ્વમાં કોરોના મહામારી યથાવત છે. ચીનમાં કોરોનાનો પ્રકોપ વધતો જતો જોવા મળી રહ્યો છે. એવામાં ભારતની ચિંતામાં પણ વધારો થઇ શકે છે. કેરળમાં ફરી એકવાર કોરોના મહામારીએ માથું ઉંચકયું છે. તે જ કારણે કેરળ સરકારે ફરીથી રાજ્યમાં દરેક જગ્યાએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે વિધાનસભામાં ફરી એક વખત LG વીકે સક્સેના પર આકરા પ્રહાર કર્યા હતા. શિક્ષકોને ફિનલેન્ડ જવા પર રોકવાનો આરોપ લગાવતા કેજરીવાલે કહ્યું કે, એલજી સાહેબની માનસિકતા છે કે, તેમના બાળકોને સારું શિક્ષણ મળે, ગરીબોના બાકોને નહીં. કેજરીવાલે એમ પણ કહ્યું કે, કાલે કેન્દ્રમાં આમ આદમી પાર્ટીની સરકાર હોઈ શકે છે અને તેમના એલજી હશે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટી, બીજેપી, અથવા કોંગ્રેસની સરકાર બની શકે છે. ત્યારે તેમના એલજી બીજી સરકરાના કામકાજને નહીં રોકશે.
કેજરીવાલે કહ્યું કે, કોઈની સરકાર સ્થાયી નથી હોતી. તેમણે કહ્યું કે, કાલે તેમની સરકાર કેન્દ્રમાં આવી શકે છે અને ભાજપની દિલ્હીમાં આવી શકે છે. તેમણે કહ્યુપં કે, ‘સમય બડા બલવાન હોતા હે’. આ વિશ્વમાં કંઈ પણ સ્થાયી નથી. જો કોઈ એવું વિચારતું હોય કે, મારી સરકાર બની ગઈ અને મારી જ સરકાર રહેશે તો એવું નથી થવાનું. આજે મારી સરકાર છે કાલે અમારી સરકાર ન પણ હોય. અમારી સરકાર 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ છે ક્યારેક તો બદલાશે. ક્યારેક ને ક્યારેક તો બદલાશે.
કેજરીવાલે આગળ કહ્યું કે, આજે કેન્દ્રમાં બીજેપીની સરકાર છે તે સ્થાયી નહીં રહેશે. આજે છે, કાલે છે પણ આગામી દિવસોમાં તો બદલાશે. આજે દિલ્હીમાં અમારી સરકાર છે અને એલજી તેમના છે. કેન્દ્રમાં તેમની સરકાર છે. કાલે ભગવાન ઈચ્છે તો એવું થઈ શકે કે, કેન્દ્રમાં અમારી સરકાર હોય, દિલ્હીમાં અમારા એલજી હોય. દિલ્હીમાં અમારી, કોંગ્રેસ, બીજેપી અથવા કોઈ બીજાની સરકાર હોય. અમે એ નિશ્ચિત કરીશું કે, અમારા એલજી તે સમયની સરકારને તંગ ન કરે.