Today Gujarati News (Desk)
વડોદરાના સિંધરોડમાંથી ઝડપાયેલા 700 કરોડના ડ્રગ્સમાં આતંકવાદીઓ સાથેનું કનેક્શન હોવાની પણ શક્યતા હોવાથી સુરક્ષા એજન્સીઓ તેની તપાસ કરી રહી છે. સિંધરોટના કરોડોના ડ્રગ્સ કાંડમાં વધુ કોઈ આરોપીઓની ભૂમિકા છે. આરોપીઓને અન્ય કોઈએમ મદદગારી કરી છે કે કેમ તે અંગે એજન્સીઓ વિગતવાર તપાસ ચલાવી રહી છે. વડોદરાના સિંધરોટ ગામમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાવવા મામલે ATSએ તપાસ કરી હતી. સયાજીગંજમાં ડ્રગ્સની ફેક્ટરી જ્યાં ધમધમતી હતી. ત્યાં આરોપીઓ રાજુ રાજપૂત, યોગેશ તડવી અને અનિલ પરમારને સાથે રાખીને ATS અધિકારીઓએ તપાસ કરી. આનંદ એપાર્ટમેન્ટમાંથી કેમિકલના ડ્રમ સહિતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ આરોપીઓએ ડ્રગ્સનો જથ્થો ટ્રાવેલ્સ મારફતે મુંબઈ મોકલ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જેના નાણાં આંગડિયા પેઢી મારફતે મોકલાયા હોવાનો પણ ખુલાસો થયો છે.
છેલ્લા ઘણા સમયથી ફ્કેટરી ચાલતી હોવાનું અનુમાન
આ ઘટનામાં પોલીસે બે મહિના પહેલા જ રેડ કરી હતી. અહીં ચાલતી ગતિવિધીઓ પ્રમાણે આ ફેક્ટરી છેલ્લા ઘણા સમયથી અહીં ધમધમી રહી હોવાનુ અનુમાન છે. ડ્રગ્સ બનાવાવની ફેક્ટરીની સાથે સાથે કોઈ આંતકી કનેક્શન હોવાની બાબત અંગે પણ એટીએશ ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે અને આરોપીઓની પૂછપરછમાં વધુ વિગતો પ્રાપ્ત થયા તેવી શકયતા છે.બે મહિના અગાઉ એટીએસે પાડ્યા હતા દરોડા
બે મહિના પહેલા વડોદરા શહેરના છેવાડે આવેલા સિંધરોટ ગામના એક જાણીતા ફાર્મ હાઉસની પાછળ ખેતરમાં આવેલા ગોડાઉનમાં એટીએસની ટીમે રાતના સમયે દરોડા પાડ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. એટીએસના દરોડામાં મોટાપાયે ડ્રગ્સ ઝડપાયું હોવાનું પ્રાથમિક તપાસમાં સપાટી પર આવ્યું હતુ. સિંધરોટ પાસે મહિસાગર કાંઠે લીલેરીયા ફાર્મ હાઉસની પાસેના ખેતરમાં શેડ બનાવીને એમડી ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયા ચાલુ હોવાની બાતમી હતી. જેના આધારે એટીએસની ટીમે વડોદરા જિલ્લા પોલીસ ટીમની મદદ સાથે રાતના 8-30 વાગે રેડ કરી હતી.