Today Gujarati News (Desk)
મિસ યુનિવર્સ 2022નું રિઝલ્ટ બધાની સામે આવી ગયા છે. અમેરિકાના આર’બોની ગેબ્રિયલ આ ખિતાબ જીત્યો છે. 71મી મિસ યુનિવર્સ સ્પર્ધાનું આયોજન અમેરિકાના લુઇસિયાના રાજ્યના ન્યૂ ઓર્લિયન શહેરમાં કરવામાં આવ્યું હતું. આ ખાસ અવસર પર ભારતના ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુએ પોતાના હાથે મિસ યુનિવર્સ 2022નો તાજ પહેરાવ્યો હતો.
ભારતની દિવિતા રાયને ફિનાલે પહેલા જ બહાર કાઢવામાં આવી હતી. ટોપ 3 સ્પર્ધકો વિશે વાત કરીએ તો વેનેઝુએલાના અમાન્ડા ડુડામેલ ન્યુમેન યુએસની આર બોની ગેબ્રિયલ અને ડોમિનિકન રિપબ્લિકના એન્ડ્રીયા માર્ટિનેઝ અંતિમ રાઉન્ડમાં હતા. જેમાંથી આર બોની ગેબ્રિયેલે બધાને હરાવીને ટાઈટલ જીત્યું હતું. જો કે આ વર્ષની મિસ યુનિવર્સ સ્પર્ધામાં એક મોટો ફેરફાર જોવા મળ્યો હતો અને તે તાજ હતો, જે મિસ યુનિવર્સ 2022 દ્વારા પહેરવામાં આવશે.
મિસ યુનિવર્સ 2022નો વિશેષ તાજ
આ વર્ષે મિસ યુનિવર્સ માટે આપવામાં આવેલો તાજ અલગ હતો. આ તાજમાં ઘણી બધી વિગતો અને આવી ઘણી ખાસ વસ્તુઓ હાજર હતી. જેના પર ધ્યાન આપવું જરૂરી છે. પ્રખ્યાત લક્ઝરી જ્વેલર મૌવાદે (Mouawad) આ તાજને ખૂબ જ સારી રીતે તૈયાર કર્યો છે. તેને બનાવવામાં ઘણો સમય લાગ્યો છે. તાજની સુંદરતા પર ઘણી મહેનત કરવામાં આવી છે. જેથી જે પણ આ તાજને જોશે તે કહેશે, ‘વાહ તાજ’. તેમાં ઘણા હીરા અને નીલમ લગાવવામાં આવ્યા છે.હકીકતમાં દર વર્ષે પહેરવામાં આવતા તાજની કિંમત પણ કરોડોમાં હોય છે. પરંતુ આ વર્ષે તાજ બદલવામાં આવ્યો છે, તેથી તાજની નવી કિંમત તમારા હોશ ઉડાવી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ સુંદર તાજની કિંમત લગભગ 46 કરોડ રૂપિયા છે એટલે કે અમેરિકાના આર બોની ગેબ્રિયલના માથા પર 46 કરોડનો તાજ શણગારવામાં આવ્યો છે. આ એક મોટી વાત છે.
નીલમ, ડાયમંડ અને સ્ટોનથી બનેલો છે તાજ
આ વખતે મિસ યુનિવર્સે પહેરેલા તાજમાં ઘણી ખાસ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડાયમંડ અને સ્ટોનથી જડેલા આ તાજમાં દરેક આકારમાં એક વિશાળ નીલમ મૂકવામાં આવ્યો છે. આ નીલમની ચારે બાજુ ડાયમંડ વર્ક કરવામાં આવ્યું છે. આ સમગ્ર તાજમાં લગભગ 993 સ્ટોન લગાવવામાં આવ્યા છે. તાજ જેમાં 48.24 કેરેટ સફેદ ડાયમંડ અને 110.83 નીલમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ સુંદર તાજ પર રોયલ બ્લુ રંગનું નીલમ લગાવવામાં આવ્યું છે, જે 45.14 કેરેટ છે.