Today Gujarati News (Desk)
અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યુ છે. આ એક એવી ટેકનોલોજીથી બની રહ્યુ છે કે તેને હજારો વર્ષ સુધી મંદિરને કંઈ જ નહી થાય. જેમા રામમંદિરના નિર્માણ માટેના આ ખડકો રાજસ્થાનથી લાવવામાં આવેલા પથ્થરોમાંથી બનાવવામાં આવ્યા છે. તેમાથી સુંદર કોતરણી કરી થાંભલા બનાવવામાં મોટા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કલાત્મક થાંભલા બનાવવા માટે પાંચથી છ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ પત્થરો એક બીજાની ઉપર મૂકવામાં આવે છે.
પથ્થરોને ફીટ કરવા માટે ન તો સિમેન્ટનો કે ન તો કોઈ તો લોખંડનો ઉપયોગ કરવામાં આવે છે
ભગવાન શ્રીરામના આ ભવ્ય મંદિર નિર્માણમાં સૌથી મોટી વાત એ છે કે આ પથ્થરોને ફીટ કરવા માટે ન તો સિમેન્ટનો કે ન તો કોઈ તો લોખંડનો ઉપયોગ કરવામાં આવે છે. આ પથ્થરોને ફીટ કરવા માટે એક ખાસ પ્રકારની ટેકનોલોજી અપનાવવામાં આવી છે. આ વિશે તમને માહિતી આપીશ કે આ કઈ રીતે થઈ રહ્યો છે. આ માટે પત્થરોમાં કેટલાક કાણા પાડવામાં આવે છે. તમને લાગશે કે પત્થરના ઉપરના ભાગમાં કાણું કેમ દેખાઈ રહ્યુ છે. આ કાણામાં એક પાઇપથી ભરાવી તેને ઉપાડીને બીજા પથ્થર પર મૂકવામાં આવે છે જ્યા ફિક્સ કરેલા કાણામાં સેટ કરવામાં આવે છે. જેથી આ પત્થરો એકબીજા સાથે ફિક્સ થઈ જાય. અને આ પાઈપની મદદથી એવી રીતે ગોઠવવામાં આવે છે કે તેમાં એક પથ્થર એક બીજા સાથે લોક થઈ જાય છે. એટલે તેમાના એક પથ્થરને લોક કહેવામાં આવે છે જ્યારે બીજા પથ્થરને ચાવી કહેવામાં આવે છે.
પથ્થર પર આઇકોનોગ્રાફી શું છે.?
રામમંદિરના નિર્માણમાં જે શીલામાંથી થાંભલા તૈયાર કરવામાં આવી રહ્યા છે તે પથ્થર પર હાલમાં આઇકોનોગ્રાફીનું કામ બાકી છે. તમે વિચારતા જ હશો કે વળી આ આઇકોનોગ્રાફી શું છે.? તો તમને જણાવી દઈએ કે પથ્થરો કે દિવાલો પર મૂર્તિઓ કોતરવાના જે કામ કરવામાં આવે છે તેને આઇકોનોગ્રાફી કહેવામાં આવે છે. એક શીલાની એક બાજુએ ત્રણ ખાલી જગ્યાઓ છે એટલે કે આમાથી માત્ર ત્રણ જ મૂર્તિઓ કોતરવામાં આવશે અને ચારેય બાજુમાથી કુલ બાર મૂર્તિઓ તૈયાર કરવામાં આવશે. જ્યારે થાંભલો સંપૂર્ણ રીતે બનીને તૈયાર થઈ જશે. એ પછી દિવાલો કે થાંભલાઓ પર મુર્તિઓ કોતરવાનું કામ કરવામાં આવે છે.