Today Gujarati News (Desk)
ગુજરાત અને દેશમાં ઠંડી અંગે હવામાન વિભાગે ફરી મોટી આગાહી કરી, રાજ્યમાં હજુ ઠંડીનું જોર વધશે, આગામી બે દિવસ કચ્છમાં કોલ્ડ વેવની પણ આગાહી વ્યક્ત કરાઈ. ગુજરાતમાં ઉત્તર- પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાતા રાજ્યમાં ઠંડીનું જોર વધશે.
ગુજરાતના મોટા શહેરોમાં પણ પારો ગગડી જશે અને તાપમાન નીચું જશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં તાપમાન નીચે જતા જ ઠંડીનું જોર વધી જશે. રાજ્યમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરુ થશે. ગુજરાતમાં ઠંડી વધતાની આગાહી કરતા જ જનજીવન પર તેની અસર પડશે. આ સાથે જ કચ્છમાં કડકડતી ઠંડી પડવાની પણ આગાહી કરી છે. કચ્છમાં આગામી બે દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.
ઉત્તરભારત સહિત દેશના ઘણા ભાગોમા ઠંડીની આગાહી
ઉત્તરભારત સહિત દેશના ઘણા ભાગોમાં કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. IMDનું માનીએ તો દિલ્હીમાં 14 જાન્યુઆરીએ જબરદસ્ત ઠંડી પડી શકે છે. ગત કેટલાક દિવસોથી ઠંડી પવનોથી મળેલી રાહત હવે મુસીબત બનવાની છે. રાજસ્થાનના ઉત્તર ભાગમાં 14થી 17 જાન્યુઆરી વચ્ચે ઠંડી પવનોથી લઈને ભીષણ ઠંડી પડી શકે છે. કર્ણાટકના કેટલાક ભાગોમાં 14 અને 1 જાન્યુઆરીએ શીત લહેર પડી શકે છે.
ગુજરાતમાં ક્યાં વધારે ઠંડી?
શહેર ઠંડી
અમદાવાદ 11.6
અમરેલી 12.31
ભાવનગર 23.0
વડોદરા 9.6
રાજકોટ 12.0
સુરત 14.2
દ્વારકા 14.4
પોરબંદર 12.8
વેરાવળ 14.4