Today Gujarati News (Desk)
મધ્યપ્રદેશમાં એક અનોખી ઘટના બની, જેનાથી સમગ્ર રાજ્યમાં ચકચારી ફેલાઇ ગઇ. સીધી જિલ્લાની એક હોસ્પિટલમાં એક પરિવાર પોતાના ઘરની સ્ત્રીની ડિલિવરી કરાવવા આવ્યા હતા. હોસ્પિટલમા ડિલિવરી દરમિયાન આવનાર બાળકનું ગળું કપાઇ ગયુ અને તે જ સમયે બાળકનું મૃત્યુ નીપજ્યું. પરિવારે આ મામલે ડિલિવરી કરનાર નર્સ અને ડોક્ટર પર તપાસ કરાવવાની માગ કરી છે.
હોસ્પિટલનાં મુખિયાઓ તેમનાં ડોક્ટર અને નર્સનો બચાવ કરી રહ્યાં છે. પરિવારનું માનવું છે કે તેમની અણઆવડત અને બેદરકારીને લીધે બાળકનું મૃત્યુ થયું છે. તેમણે કહ્યું કે નર્સનું એવુ કહેવું છે કે ડિલિવરી દરમિયાન બાળક ફસાઇ ગયું હતું આથી તેને કોઇ સાધનનો ઉપયોગ ન કરતાં હાથથી ખેંચીને કાઢવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન ઘટના બની. પરિવારે પોલીસ અને સરકાર સામે ન્યાય માંગ્યો છે.