Today Gujarati News (Desk)
અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ પૂર્ણ થાય એ જ દિવસે જૈન સમાજનો સ્પર્શ મહોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવ મેટ્રિક નાપાસ સાધુએ લખેલા 400મા પુસ્તક સ્પર્શનું લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. જેનું વિવિધ અલગ અલગ ભાષાઓમાં પણ પ્રકાશન કરવામાં આવ્યું છે. આ માટે જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 લાખ સ્ક્વેર ફૂટમાં સ્પર્શનગર તૈયાર કરવામાં આવ્યું છે.
અમદાવાદ જૈન સમાજ દ્વારા 15 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી GMDC ગ્રાઉન્ડ ખાતે સ્પર્શ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સ્પર્શ મહોત્સવમાં પ્રવેશવા માટે 1500 ફૂટ લાંબો અને 70 ફુટ ઉંચો રાજાશાહી પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત અરિહંત પ્રભુના અકલ્પનીય ઈશ્વરની આંશિક અનુભૂતિ કરનારો અષ્ટ પ્રતિહાર્યયુક્ત 100 ફૂટ ઊંચું સમવસરણ મહોત્સવ જે સૌને આકર્ષિત કરે તેવું બનાવવામાં આવ્યું છે.
ગુરુદેવના વિચારોનું અનુકૂળ બ્રહ્માંડ જેમાં મોરલ એજ્યુકેશન હેલ્થ સ્પીચ જેવી માહિતી આપે તે માટે રત્ન સફારી પણ તૈયાર કરવામાં આવી છે. આ સ્પર્શનગરની અંદર રત્ન પુનિવર્ષ, રત્ન વાટિકા, રત્ન ટ્રાન્સફોર્મેશન, સાધુ-સાધવી કુટીર અને ભોજન મંડપ પણ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં રત્ન વાટિકામાં 1500 થી વધુ શ્રમણ અને શ્રમણી ભગવંત પૌરાણિક કથાનું પ્રતીક સ્વરૂપે આવી કુટીરમાં બિરાજવામાં આવશે.
રત્ન ટ્રાન્સફોર્મેશનની અંદર સત્ય ઘટનાઓ આધારિત રચવામાં આવી છે. જે જીવનમાં લોકોને ઉપયોગી થઇ શકે છે. જીએમડીસી ગ્રાઉન્ડમાં 300 સ્ક્વેર ફૂટની અંદર 100 ફૂટ ઊંચો ગીરનાર તીર્થના સાક્ષાત પ્રતિકૃતિના દર્શન કરાવે તેવું તૈયાર કરવામાં આવ્યું છે. જે ગિરનાર મંડળની શ્રી નેમિનાથ દાદાની સ્મૃતિ ધરાવતા 69 ઈંચના આબેહૂબ જીનના દર્શન પણ જોવા મળશે.
સ્પર્શ મહોત્સવની તૈયારી છ મહિના પહેલાંથી જ શરૂ કરી દેવામાં આવી હતી. જેમાં ડોક્ટર, એમબીએ, બિઝનેસમેન વગેરે હજારો ગુરુભક્તો તથા કાર્યકર્તાઓ મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ અને ગુજરાત એમ કુલ મળીને 7000 થી વધુ કારીગરો આ સ્પર્શ મહોત્સવ નગરીના નિર્માણકાર્યમાં જોડાયેલા છે. આ નગરની અંદર એકસાથે 35,000 થી પણ વધુ વ્યક્તિ બેસી સત્સંગ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે 25,000 થી વધુ વાહનો પાર્ક થઈ શકે તેવી પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.