Today Gujarati News (Desk)
ઓસ્ટ્રેલિયામાં મેલબોર્નમાં BAPS સ્વામિનારાયણ મંદિર પર હૂમલો થયાની ઘટના સામે આવી છે. ખાલીસ્તાની સમર્થકોએ મંદિરની દિવાલો પર ભારત વિરોધી લખાણો લખ્યાં હતાં. એટલું જ નહીં તેમણે ભારત વિરોધી ચિત્રો પણ બનાવ્યા હતાં. આ મંદિર પર ખાલીસ્તાનીઓ દ્વારા હૂમલો પણ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત હિન્દુસ્તાન મુર્દાબાલ જેવા નારા પણ લખવામાં આવ્યાં હતાં. અગાઉ કેનેડાના સ્વામિનારાયણ મંદિરમાં અજાણ્યા શખ્સોએ ભારત વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતાં અને તોડફોડ કરી હતી.
News: Appeal for Peace, Melbourne, Australia https://t.co/UYGsrrmJEd pic.twitter.com/W75oLCAHtK
— BAPS (@BAPS) January 12, 2023
/p>
અમે આ નફરતથી ભરેલા હૂમલાઓથી દુઃખી છીએ
આ હૂમલાને વખોડી નાંખતાં BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમે આ નફરતથી ભરેલા હૂમલાઓથી દુઃખી છીએ. અમે શાંતિ અને સૌહાર્દની વાત કરીએ છીએ.ખાલિસ્તાની જૂથે એક ભારતીય જરનૈલસિંહ ભિંડરાવાલેની પણ પ્રશંસા કરી છે. ભિંડરાવાલે ખાલીસ્તાનીઓના મોટા સમર્થક છે. જેઓ ઓપરેશન બ્લુ સ્ટાર દરમિયાન માર્યા ગયા હતાં. મંદિર દ્વારા નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે, આ સમગ્ર ઘટના અંગે સ્વામિનારાયણ મંદિરના વડા મહંત સ્વામી મહારાજે શાંતિ માટે પ્રાર્થના કરી છે તથા હરિભક્તોને દુઃખી નહીં થવા તેમજ શાંતિ જાળવવા અપીલ કરી છે.