Today Gujarati News (Desk)
વિશ્વ સ્વાસ્થય સંગઠને 2 કફ સિરપને લઈને ચતવણી જાહેર કરી છે. WHOએ નોઈડા સ્થિત ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની મૈરિયન બાયોટેકની કફની સિરપને લઈને ચેતવણી આપી છે અને કહ્યુ હતું કે મૈરિયન બાયોટેક દ્વારા બનાવવમાં આવેલી બે કફની સિરપનો ઉપયોગ ઉઝબેકિસ્તાનમાં બાળકો માટે કરવામાં આવવો જોઈએ નહીં. WHOએ ગઈકાલે આપેલી ચેતવણી આપતા કહ્યું હતું કે મૈરિયન બાયોટેક દ્વારા ઉત્પાદન કરેલી આ બે સિરપ ગુણવતા અને યોગ્ય માપદંડો અને વિશિષ્ટતાઓને પૂર્ણ કરવામાં સંપૂર્ણરીતે નિષ્ફળ છે.
સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે WHOએ તેમની વેબસાઈટ પર એલર્ટ જાહેર કરતા કહ્યું કે આ બે મેડિકલ પ્રોડક્ટ દૂષિત ઉત્પાદનોને સંદર્ભ આપે છે. આ બે પ્રોડક્ટમાં AMBRONOL સિરપ અને DOK-1 મૈક્સ સિરપ છે. બંને પ્રોડક્ટના ઉત્પાદક મૈરિયન બાયોટેક છે. હજુ સુધી આ ઉત્પાદક કંપનીએ સુરક્ષા મામલે WHOને ગેરેન્ટી આપી ન હતી જેના કારણે ઉત્પાદકોની ગુણવત્તા પર ચેતવણી જાહેર કરવામાં આવી છે.
કંપની પર ઘેરાણા સંકટના વાદળો
હમણા જ ઉઝબેકિસ્તાનમાં ઉધરસની દવા લીધા બાદ બાળકોના મોતના સમાચાર સામે આવ્યા હતા. જે બાદ ફાર્મા મૈરિયન બાયોટેક પર સંકટના વાદળો ઘેરાય ગયા છે. WHOના અનુસાર ઉઝબેકિસ્તાનના ગણરાજ્યના સ્વાસ્થય મંત્રાલયની રાષ્ટ્રીય ગુણવત્તા નિયંત્રણ પ્રયોગશાળાઓ દ્વારા કરવામાં આવેલા કફ સિરપના નમૂનાઓમાં પ્રયોગશાળા વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે બંને સિરપમાં દૂષિત પદાર્થોના રુપમાં ડાયથિલીન ગ્લાયકોલ અને ઈથિલિન ગ્લાઈકોલની ઘણી માત્રા સામેલ છે.
સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સી WHOએ એલર્ટ જાહેર કરીને કહ્યું હતું કે આ વાહિયાત ઉત્પાદન સુરક્ષિત નથી અને વિશેષ રુપે બાળકોમાં આ સિરપનો ઉપયોગથી ગંભીર બિમારી અથવા મૃત્યુ થઈ શકે છે. ગત વર્ષની 22મી ડિસેમ્બરના રોજ ઉઝબેકિસ્તાને આરોપ લગાડયો હતો કે મૈરિયન બાયોટેક કંપની દ્વારા ઉત્પાદિત દવાઓના સેવન કરવાથી 18 બાળકોના મોત થયા હતા. આ આરોપ બાદ ભારતમાં પણ આ કંપનીના ઉત્પાદનોને લઈને તપાસ શરુ થઈ ગઈ હતી. ઉત્તર પ્રદેશના ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ પ્રશાસન વિભાગે ઉઝબેકિસ્તાનમાં 18 બાળકોના મૃત્યુથી જોડાયેલી મૈરિયન બાયોટેક કંપનીનું ઉત્પાદન લાઇસન્સ પણ રદ કર્યું હતું.
સ્વાસ્થ્ય મંત્રીએ દવાઓના નિર્માણ પર રોક લગાવી
ગોતમ બુદ્ધ નગર ડ્રગ ઈસ્પેકટર વૈભવ બબ્બરે કહ્યું હતું કે કંપની દ્વારા પ્રયાપ્ત દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાને કારણે અમે મૈરિયન બાયોટેક કંપનીના ઉત્પાદનનું લાઈસન્સને રદ્દ કરી દીધુ હતું. નિરિક્ષણ દરમિયાન પૂછાઈગયેલા દસ્તાવેજોના આધાર પર રાજ્ય લાયસન્સિંગ ઓથોરિટી દ્રારા કારણ બતાવો નોટીસ પણ આપી હતી. ગયા મહિને જ કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું હતું કે કફની દવા Dok1 Maxમાં દુષણની ખબરોને ધ્યાનમાં રાખી નોઈડા સ્થિત ફાર્મા કંપનીની તમામ ઉત્પાદન પ્રવૃતિઓને રોકી દેવામાં આવી છે.