Today Gujarati News (Desk)
દિલ્હીમાં એક 54 વર્ષીય હિંદુ મહિલાની હત્યા કરી તેમની લાશને કબરમાં દફનાવી દેવાનો મામલો સામે આવ્યો છે. મહિલાની લાશને પોલીસે બુધવારે કબરમાંથી બહાર કાઢી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે મૃતિકાનું નામ મીના છે અને તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે.
54 વર્ષીય મહિલાની હત્યાનો આરોપ 3 લોકો પર લગાવવામાં આવ્યો છે. આરોપીઓની ઓળખ રેહાન, મોબિન અને નવીનના રૂપમાં થઈ છે. ત્રણેય આરોપી મુસ્લિમ છે. આ મામલે વધુ એક જાણકારી હાથ લાગી છે. મીના 2 જાન્યુઆરીથી ગુમ હતી અને તેના પરિવારે મંગોલપુરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. મીનાના પરિવારને મોબિન પર શંકા હતી
મિસિંગ રિપોર્ટ મળતા જ પોલીસે મીનાની તલાશ શરૂ કરી દીધી હતી. બીજી તરફ મીનાના પરિવારને મોબિન ખાન પર શંકા હતી. પરિવારે પોલીસને જણાવ્યું હતું કે, તેણે મીના સાથે કંઈક ખોટું કર્યું છે. પોલીસે પરિવારના નિવેદનોના આધારે તપાસ શરૂ કરી.
મોબિને કર્યો મર્ડરનો ખુલાસો
પરિવારના કહેવા પર દિલ્હી પોલીસે મોબીનને કસ્ટડીમાં લીધો હતો અને તેની કડક પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન મોબિને સમગ્ર હત્યા કેસનો ખુલાસો કર્યો હતો. પોલીસે અન્ય બે આરોપીઓ (રેહાન અને નવીન)ની પણ ધરપકડ કરી છે.
કેમ કરી મીનાની હત્યા
પ્રાપ્ત માહિતી પ્રમાણે મીના ફાઈનાન્સમાં કામ કરતી હતી અને ત્રણેય આરોપીઓ મીના માટે જ કામ કરતા હતા. ત્રણેયે પૈસાના હિસાબમાં કંઈક ગડબડ કરી હતી અને આ વાતની મીનાને જાણ થઈ ગઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મીનાએ ત્રણેય પર પૈસા પાછા કરવા દબાણ વધાર્યું હતું. આ જ કારણોસર મીનાની હત્યા કરવામાં આવી.