Today Gujarati News (Desk)
ભારત પે ના ફાઉન્ડર અને શાર્ક ટેન્ક ઇન્ડિયા સીઝન 1 ના જજ અશ્નીર ગ્રોવરે 10 જાન્યુઆરી, 2023 થી તેમના નવા સ્ટાર્ટઅપ માટે લોકોની ભરતી કરવાનું શરૂ કર્યું છે. આ સાથે ગ્રોવરે રોકાણકારોને આ સ્ટાર્ટઅપમાં નાણાંનું રોકાણ કરવા આમંત્રણ પણ આપ્યું છે. નવાઇની અને ખુશીની વાત એ છે કે, ેઅશ્નીર ગ્રોવરે પોતાના સ્ટાર્ટઅપ સાથે જોડાનારા લોકોને એક શાનદાર ઓફર આપી રહ્યા છે.
શું છે આ ઓફર ?
શાર્ક ટેન્ક ઇન્ડિયા સીઝન 1 ના જજ અશ્નીર ગ્રોવરે કહ્યું કે, જે લોકો તેમના સ્ટાર્ટઅપ ‘થર્ડ યુનિકોર્ન’માં સતત 5 વર્ષ સુધી કામ કરશે તેમને કંપની દ્વારા મર્સિડીઝ આપવામાં આવશે.
LinkedIn પર આ સ્ટાર્ટઅપ વિશે માહિતી શેર કરતાં અશ્નીરે લખ્યું કે ‘ચાલો વર્ષ 2023માં થોડું કામ કરીએ.” અત્યાર સુધી કોઈ રોકાણકારે આ સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું નથી અને આમાં વસ્તુઓ અલગ છે. આ સ્ટાર્ટઅપ વિશે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી નથી.
થર્ડ યૂનિકોર્ન’ વિશે માહિતી આપતાં અશ્નીર ગ્રોવરે કહ્યું કે, તે કોઈ મોટા કેપિટલિસ્ટ પાસેથી પૈસા લઈને પોતાની કંપની સ્થાપવા માંગતા નથી. અમે આ સ્ટાર્ટઅપને ફક્ત અમારી પોતાની કમાણી અથવા મૂડીના પૈસાથી જ સ્ટાર્ટઅપની ફંડીગ કરવા જઈ રહ્યા છીએ. હાલમાં તેમના સ્ટાર્ટઅપમાં માત્ર 50 લોકોની ટીમ હશે. આ સાથે જે લોકો આગામી પાંચ વર્ષ સુધી કંપની સાથે જોડાયેલા રહેશે તેમને બાદમાં મર્સિડીઝ કાર ભેટ આપવામાં આવશે.