Today Gujarati News (Desk)
શાહજહાંપુર: ઉત્તર પ્રદેશમાં નેશનલ હાઈવે બનાવવા માટે 150 વર્ષ જૂના હનુમાન મંદિરને શિફ્ટ કરવામાં આવી રહ્યું છે. આ મંદિર શાહજહાંપુર જિલ્લાના તિલહર તાલુકાના કછિયાની ખેડા વિસ્તારમાં બનેલું છે અને કેટલાય વર્ષોથી તેને હટાવાની કોશિશ ચાલી રહી છે. હવે આખરે આ મંદિરને જેકના સહારે અન્ય જગ્યા પર શિફ્ટ કરવામાં આવી રહ્યું છે, જેથી હાઈવે બનાવી શકાય. લગભગ ત્રણ મહિનાથી મંદિરને શિફ્ટ કરવાનું કામ ચાલું છે.
તાલુકા વિકાસ અધિકારી રાશી કૃષ્ણાએ જણાવ્યું છે કે, અત્યાર સુધીમાં 16 ફુટ ઊંચા હનુમાન મંદિરને સફળતાપૂર્વક પાછળ ઘકેલાઈ ચુક્યું છે.
UP | 150-year-old Hanuman temple is being shifted from National Highway with the help of jack in Shahjahanpur
The work of shifting the temple is going on since 3 months. So far the 16 feet tall Hanuman temple has been successfully pushed back: Rashi Krishna, SDM, Tilhar (10.01) pic.twitter.com/DSd0U2h53Q
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 11, 2023
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અગાઉ 2017માં હાઈવેના રસ્તામાં બનેલા આ મંદિરને હટાવાનો નિર્ણય લીધો હતો. ત્યારે તમામ હિન્દુ સંગઠનો અને ક્ષેત્રિય શ્રદ્ધાળુઓના વિરોધના કારણ મંદિર શિફ્ટ કરવાની પ્રક્રિયાને રોકી દીધી હતી.