Today Gujarati News (Desk)
બેન્ક ઓફ ઇન્ડિયા (BOI)એ ફિક્સ્ડ ડિપોઝિટ (FD)પર મળનાર વ્યાજમાં વધારો કર્યો છે. બેન્કે 10 જાન્યુઆરી 2023થી 2 કરોડથી ઓછા 444 દિવસની સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરોને વધાર્યા છે. બેન્ક ઓફ ઇન્ડિયાની તરફથી કરવામાં આવેલા આ વધારા પછી સિનિયર સિટિઝનને દર વર્ષે 0.50%નું વધારે વ્યાજ દરની ભેટ આપવામાં આવી રહી છે.
સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ પર દર વર્ષે 7.05% વ્યાજ મલશે
બેન્કની વેબસાઇટ અનુસાર આ રિવિઝન બાદ બેન્ક પોતાના જનરલ કસ્ટમર્સ માટે 444 દિવસની સ્પેશિયલ FD પર દર વર્ષે 7.05% વ્યાજ આપી રહી છે. તો સિનિયર સિટિઝન માટે બેન્ક પોતાની 444 દિવસની FD પર 7.55% અને 2થી 5 વર્ષ સુધીના સમય માટેની FD પર દર વર્ષે 7.25%નો વ્યાજ દર આપશે.
જનરલ કસ્ટમર્સ માટે 7 દિવસથી 10 વર્ષમાં મેચ્યોર થનારી અન્ય FD પર વ્યાજ દરો 3%થી 6.75%ની વચ્ચે છે. રિવાઇઝ્ડ વ્યાજ દરો ડોમેસ્ટિક, NRO અને NRE ડિપોઝિટ્સ માટે લાગુ છે.