टुडे गुजराती न्यूज (ऑनलाइन डेस्क)
ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટીયાનો કાર્યકાળ આગામી 31 જાન્યુઆરીએ પૂર્ણ થાય છે. આ પહેલાં રાજ્યના સિનિયર IPS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. તે ઉપરાંત 7 SP કક્ષાના અધિકારીઓના ગ્રેડમાં સુધારો કરવામાં આવ્યો છે. હાલના ડીજીપી આશિષ ભાટીયાને ફરી એક્સટેન્શન મળે તેવી સંભાવના ખૂબ જ ઓછી છે. આવા સંજોગોમાં ગુજરાતના નવા ડીજીપી કોણ બનશે તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
7 IPS અધિકારીઓને સિલેક્શન ગ્રેડમાં પ્રમોશન
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાતના ગૃહમંત્રાલય દ્વારા સિનિયર IPS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર અને 2005 બેચના IPS અધિકારી પ્રેમવીરસિંહને પ્રમોશન અપાયું છે. તેઓને IG તરીકે પ્રમોશન અપાયું છે. જ્યારે સુરત રેન્જ IG તરીકે ફરજ બજાવતા 1998 બેચના IPS અધિકારી પિયુષ પટેલને ADGP તરીકે પ્રમોશન અપાયું છે. તેમજ કેટલાક IPS અધિકારીને ઇન-સીટુ બઢતી આપવામાં આવી છે. 2010ની બેચના સાત IPS અધિકારીઓને સિલેક્શન ગ્રેડમાં પ્રમોશન અપાયા છે.
આ અધિકારીઓના ગ્રેડ સુધારાયા
જયપાલસિંહ રાઠોર
ડૉ.લીના માધવરાવ પાટીલ
શ્વેતા શ્રીમાળી
નિર્લિપ્ત રાય
દીપકકુમાર મેઘાણી
મહેન્દ્ર બગરીયા
સુનિલ જોશી