ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. આ મેચના ત્રીજા દિવસે પાકિસ્તાની ટીમના 27 વર્ષના ફાસ્ટ બોલર આમર જમાલે બોલ સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જમાલે ઓસ્ટ્રેલિયન ટીમના 299 રનના પ્રથમ દાવના સ્કોરમાં મહત્વની ભૂમિકા ભજવી હતી જેમાં તેણે 21.4 ઓવરના બોલિંગ સ્પેલમાં 69 રન આપીને 6 વિકેટ લીધી હતી. આ સાથે જમાલે પાકિસ્તાની ખેલાડી તરીકે એક ખાસ રેકોર્ડ પણ બનાવ્યો હતો.
જમાલ પાકિસ્તાન માટે ટેસ્ટ ક્રિકેટમાં આવું કરનાર પ્રથમ ખેલાડી બન્યો.
ટેસ્ટ ક્રિકેટમાં, પાકિસ્તાન માટે અત્યાર સુધી કોઈ બોલરે 3 કે તેથી ઓછી મેચની પોતાની ડેબ્યૂ સિરીઝમાં 18 વિકેટ લીધી નથી. આ સિદ્ધિ હાંસલ કરીને જમાલ ટેસ્ટ ફોર્મેટમાં પાકિસ્તાન માટે આવું કરનાર પ્રથમ બોલર બની ગયો છે. જમાલે આ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં 7 વિકેટ ઝડપી હતી, જેમાં તેણે એક ઇનિંગમાં 6 વિકેટ ઝડપી હતી. આ પછી મેલબોર્ન ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં જમાલે કુલ 5 વિકેટ પોતાના નામે કરી હતી. આ સિવાય તેણે સિડની ટેસ્ટમાં પણ 6 વિકેટ ઝડપી છે. જમાલે અત્યાર સુધી રમાયેલી માત્ર 3 ટેસ્ટ મેચોમાં બે વખત એક ઇનિંગમાં 5 કે તેથી વધુ વિકેટ લીધી છે.
ઈમરાન ખાન બાદ આમિર જમાલ પાકિસ્તાન માટે આવું કરનાર બીજો ખેલાડી બન્યો છે.
આ મેચમાં આમિર જમાલ પણ બેટથી શાનદાર રહ્યો હતો, જેમાં તેણે પાકિસ્તાન ટીમની પ્રથમ ઇનિંગ દરમિયાન 82 રન બનાવ્યા હતા. આ સાથે, 6 વિકેટ લીધા બાદ, જમાલ હવે પાકિસ્તાન માટે ટેસ્ટ ક્રિકેટમાં આવી સિદ્ધિ મેળવનાર પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈમરાન ખાન પછી બીજો ખેલાડી બની ગયો છે. ઈમરાન ખાને વર્ષ 1983માં ભારત વિરુદ્ધ ફૈસલાબાદ ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવી હતી, જ્યારે તેણે 117 રનની ઈનિંગ રમવાની સાથે 6 વિકેટ પણ લીધી હતી.
પાકિસ્તાને બીજા દાવમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી
સિડની ટેસ્ટ મેચના ત્રીજા દિવસના અંતે પાકિસ્તાનની ટીમે માત્ર 68 રનના સ્કોર પર 7 વિકેટ ગુમાવી દીધી હતી. સ્ટમ્પના સમયે મોહમ્મદ રિઝવાન 6ના સ્કોર પર અણનમ હતો જ્યારે આમિર જમાલ શૂન્યના સ્કોર પર હતો. પાકિસ્તાનની લીડ હવે 82 રનની છે. આ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે અત્યાર સુધી 9 રનમાં 4 વિકેટ ઝડપી છે. આ સિવાય મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન અને ટ્રેવિસ હેડે પણ 1-1 વિકેટ લીધી છે.