પાકિસ્તાનમાં ચૂંટણીના એક દિવસ પહેલા બલૂચિસ્તાનમાં બ્લાસ્ટ થયો હતો. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, બલૂચિસ્તાનમાં એક રાજકીય પક્ષની ઓફિસની બહાર વિસ્ફોટ થયો છે. જેમાં 25 લોકોના મોત થયા છે.
ઓફિસની બહાર બે વિસ્ફોટ
અધિકારીઓએ જણાવ્યું હતું કે બુધવારે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક રાજકીય પક્ષની ઓફિસની બહાર બે વિસ્ફોટ થયા હતા. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે 25 લોકોના મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા.
બલૂચિસ્તાનના પિશિન જિલ્લામાં વિસ્ફોટ
ડેપ્યુટી કમિશનર જુમ્મા દાદ ખાને જણાવ્યું કે, બલૂચિસ્તાનના પિશિન જિલ્લાના નોકંદી વિસ્તારમાં સ્થિત ઉમેદવારની ઓફિસમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 25 લોકોએ જીવ ગુમાવ્યા હતા.