Gujarat News: ગાંધીનગર નજીક અડાલજમાં રહેતા હતા દક્ષિણ ગુજરાતના શહેરમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સામે અમદાવાદમાં સરકારી નોકરી કરતી મહિલા કર્મચારીએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ અડાલજ પોલીસ મથકમાં નોંધાવી છે. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી પીએસઆઇની ધરપકડ માટે દોડધામ શરૃ કરી છે.
આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર નજીક આવેલા અડાલજ વિસ્તારમાં રહેતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જ્યારે અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા હતા તે દરમિયાન અમદાવાદમાં જ સરકારી નોકરી કરતી અને અડાલજ પંથકમાં રહેતી મહિલા કર્મચારી સાથે કોઈ કાર્યક્રમમાં પરિચય થયો હતો.
જો કે આ મહિલા કર્મચારી ડિવોર્સી હોવાથી આ પીએસઆઇએ તેની સાથે સંબંધો વધુ કેળવ્યા હતા અને પોતે પરિણીત તેમજ બે બાળકોનો પિતા હોવાની વાત છુપાવીને મહિલા સાથે પ્રણય શરૃ કર્યો હતો. ધીરે ધીરે બંને એકબીજાની નજીક આવ્યા હતા અને શરીર સંબંધ પણ બંધાયા હતા. આ સ્થિતિમાં છેલ્લા છ મહિનાથી લીવ ઈનમા સાથે જ રહેતા હતા દરમિયાનમાં મહિલાને ખબર પડી હતી કે આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરિણીત છે અને વતનમાં તેનો પરિવાર રહે છે. જેના પગલે બંને વચ્ચે તકરાર શરૃ થઈ હતી અને હવે પીએસઆઇએ આ મહિલાને તરછોડી દેતા તેણીને છેતરાયનો અહેસાસ થયો હતો તેની સાથે સંબંધ રાખવા માટે જૂઠું બોલીને શરીર સંબંધ બનાવનાર આ પીએસઆઇ સામે આખરે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસ દ્વારા દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.