દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સંજય સિંહે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. 7 જાન્યુઆરીએ, દિલ્હી હાઇકોર્ટે દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં AAP નેતાની જામીન અરજી ફગાવી દીધી હતી.
આ સાથે, ટ્રાયલ કોર્ટને સુનાવણી ઝડપથી શરૂ કરવા નિર્દેશ આપવામાં આવ્યો હતો. AAP નેતા સંજય સિંહે એડવોકેટ વિવેક જૈન અને એડવોકેટ રજત ભારદ્વાજ મારફત હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી.
સંજય સિંહ વિશે EDએ આ દાવો કર્યો છે
સંજય સિંહની ઇડીએ ગત 4 ઓક્ટોબરે ધરપકડ કરી હતી. તેણે હાઈકોર્ટ પાસે એ આધાર પર જામીન માંગ્યા હતા કે તે ત્રણ મહિનાથી વધુ સમયથી કસ્ટડીમાં છે અને દિલ્હી સરકારની હવે નિષ્ક્રિય થઈ ગયેલી આબકારી નીતિની રચના અને અમલીકરણમાં ભ્રષ્ટાચાર સંબંધિત કોઈપણ ગુનામાં તેની કોઈ કથિત ભૂમિકા નથી.
તપાસ એજન્સીએ હાઈકોર્ટમાં તેમની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. ઇડીએ હાઇકોર્ટમાં દાવો કર્યો હતો કે સિંઘ આ કૌભાંડમાં મુખ્ય કાવતરાખોર હતો અને તેને ગુનામાંથી રૂ. 2 કરોડની આવક મળી હતી.