Today Gujarati News (Desk)
હિંડનબર્ગ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપને ભારે નુકસાન થયું છે. તેના રોકાણકારો પણ ખૂબ ચિંતિત હતા, પરંતુ હવે એક મોટી રાહત સામે આવી છે. અદાણી ગ્રૂપે મંગળવારે જણાવ્યું હતું કે તેણે રૂ. 7,374 કરોડ ($901.16 મિલિયન)નું શેર-બેક્ડ ફાઇનાન્સિંગ એટલે કે દેવુ ચૂકવી દીધુ છે. ખાસ વાત એ છે કે આ ચુકવણી સમય પહેલા કરવામાં આવી છે. કંપનીને આશા છે કે તેનાથી રોકાણકારોનો વિશ્વાસ વધશે અને બાકીની દેવું તેઓ ટુંક સમયમાં જ ચૂકવી દેશે.
અદાણી જૂથે લગભગ રૂ. 7,374 કરોડ ($ 901 મિલિયન)નું પ્રીપેડ શેર આધારિત દેવું ધરાવતા હતા. ત્યારે વિવાદોનો સામનો કરી રહેલા ભારતીય જૂથે મંગળવાર, 7 માર્ચના રોજ જાહેર કરેલા નિવેદનમાં આ માહિતી આપી હતી. જૂથની લિસ્ટેડ કંપનીઓના શેર-આધારિત દેવું ઘટાડવા અને પ્રમોટરોની પ્રતિબદ્ધતાને જાળવી રાખવા આ મોટું પગલુ લેવામાં આવ્યું છે.
કંપનીએ તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે જૂથે લિસ્ટેડ કંપનીઓના શેર આધારિત દેવું ઘટાડવાનું વચન આપ્યું હતું. તદનુસાર, આ ચુકવણી નિર્ધારિત સમય પહેલા કરવામાં આવી હતી. કંપની તેના રોકાણકારો પ્રત્યે સંવેદનશીલ છે અને તેમની સુરક્ષા માટે દરેક પગલા લેવામાં આવી રહી છે. અગાઉ હિંડનબર્ગે તેના અહેવાલમાં અદાણી જૂથ પર વિદેશી ટેક્સ હેવન દેશોનો દુરુપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો.