બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટીની આગામી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. અહાન શેટ્ટીએ તેની આગામી ફિલ્મ ‘સનકી’ માટે સાજિદ નડિયાદવાલા સાથે હાથ મિલાવ્યા છે. આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મમાં અહાન પૂજા હેગડે સાથે રોમાન્સ કરતો જોવા મળશે. આજે શનિવારે, નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર ફિલ્મની સત્તાવાર રિલીઝ તારીખની જાહેરાત કરી છે. આ ફિલ્મ આવતા વર્ષે વેલેન્ટાઈન ડે પર 14 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.