Ahemdabad News: અમદાવાદ શહેરને ભારતભરનાં શહેરોમાં પ્રથમ હેરીટેજ સિટી તરીકેનો દરજજો આપવામાં આવેલ છે. આ ઉપરાંત સ્વચ્છ સર્વેક્ષણમાં પણ શહેર ઉત્તરોઉત્તર પ્રગતિ કરી રહેલ હોય ત્યારે શહેરની સ્વચ્છતા અને સુંદરતા ટકાવી રાખવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત જાહેરમાં પાન-મસાલા ખાઈને થૂંકીને ગંદકી ફેલાવનારા સામે કરવામાં આવતી દંડનીય કાર્યવાહી આજે સતત 49માં દિવસે યથાવત જોવા મળી હતી. જે અંતર્ગત 77 લોકો પાસેથી 10,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.
જેની 21 માર્ચ, 2024નાં રોજની આજે 49માં દિવસની ઝૂંબેશની કાર્યવાહીનાં ભાગરૂપે 7 ઝોનમાં ચાર રસ્તાઓ તેમજ જાહેર રસ્તાઓ પર નાગરિકો દ્વારા જાહેરમાં થૂંકવા બાબતે ચેકીંગ હાથ ધરી પેનલ્ટી વસૂલ કરવામાં આવેલ છે. જેમાં શહેરના જુદા જુદા વિસ્તારો જેવા કે,
(1) પૂર્વ ઝોનમાં સંજય ચોક, અમરાઇવાડી, સીટીએમ રોડ, ભાઇપુરા, વિરાટનગર ચાર રસ્તા,નાનાજી દેશમુખ રોડ, ઓઢવ, વસ્ત્રાલ ગામ, રિંગરોડ,રામોલ,જનતાનગર રોડ, નિકોલ
(2) પશ્વિમ ઝોનમાં અંજલી ચાર રસ્તા,નેહરુ નગર ચાર રસ્તા,પલ્લવ ચાર રસ્તા,રવિ ટેના મેન્ટ ,અખબારનગર સર્કલ,મોટેરા સર્કલ,આઇ ઓ સી રોડ
(3) ઉત્તર ઝોનમાં સરદારનગર સર્કલ, માછલી સર્કલ, કુષ્ણનગર ચાર રસ્તા, છારાનગર રોડ, કુબેરનગર
વોર્ડ, ઠક્કર નગર એપ્રોચ,ઇન્ડિયા કોલોની, બાપાસીતારામ ચોક રોડ, ઇન્ડીયા કોલોની રોડ બાપુનગર, એવરેસ્ટ ચાર રસ્તા
(4) દક્ષિણ ઝોનમાં મણિનગર શાકમાર્કેટ,ખોડિયાર્નગર, દાણીલીમડા ગામ એકતાનગર,રબારી કોલોની ચાર રસ્તા,મહાલક્ષ્મી તળાવ,ઇસનપુર બ્રિજ,લાંભા ગામ,અનુપમ સિનેમા
(5) મધ્ય ઝોનમાં જુલતા મિનારા રેલ્વે સ્ટેશન રોડ,હવેલી રોડ,મેઘાણીનગર
(6) ઉત્તર પશ્વિમ ઝોનમાં ત્રુલિપ રોડ થલતેજ
(7) દક્ષિણ પશ્વિમ ઝોનમાં સરખેજ, વેજલપુર,જોધપુર,મકતમપુરા
આજ રોજ 21 માર્ચ,2024ના વહેલી સવારથી 48 વોર્ડમાં કાર્યરત સ્વચ્છતા સ્કવોડએ ઝુંબેશ હાથ ધરી જાહેરમાં પાન-મસાલાં ખાઈ થૂંકતા ઝડપાયેલા કુલ 77 ઇસમો પાસેથી રૂપીયા 10000નો દંડ વસૂલ કરવામાં આવેલ છે. આ ઉપરાંત સ્માર્ટ સિટી પ્રોજેકટ અન્વયે શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા નાગરીકોને જેમ ઈ-મેમો મોકલી દંડ-વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવે છે. આ ઉપરાંત સ્માર્ટ સિટી પ્રોજેકટ અન્વયે શહેરમાં ટ્રાફીકનાં નિયમોનો ભંગ કરતા નાગરીકોને જેમ ઈ-મેમો મોકલી દંડ-વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવે છે.