Today Gujarati News (Desk)
અમદાવાદમાં અવાર-નવાર લબરમૂછિયાઓ કાર અને બાઇક પર સ્ટંટ કરી પોતાના અને લોકોના જીવ જોખમમાં મૂકતાં હોય તેવા વિડીયો સામે આવ્યા છે. જોકે બાદમાં જે-તે પોલીસ સ્ટેશન દ્વારા તેમના પર કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આવી જ એક ઘટના ફરી એકવાર સામે આવી છે. જેમાં એક વ્યક્તિ લોકોના જીવ જોખમમાં મૂકીને વાહનો હંકારતો હોઇ અમદાવાદ પોલીસે કાર્યવાહી કરી છે.
અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર એક યુવક મોંઘીદાટ કાર લઈ રોલા પાડતો હતો. જોકે તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી હતી. જે બાદમાં યુવકને બરાબરનો પાઠ ભણાવ્યો છે.
જેમાં યુવક ખુદ એક સ્ટિકર લઈ ઊભો રહ્યો હોવાનું એક તસવીરમાં દેખાઈ રહ્યું છે. જેમાં લખ્યું છે કે, ‘ગાડી મેરે બાપ કી હૈ પર રોડ નહીં’.
અમદાવાદ શહેરનાં મેઘાણીનગરનાં મેન્ટલ બારી રોડ નજીક એક્ટીવા ઉપર એક યુવક સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં એક વ્યક્તિ એક્ટીવા ઉપર બેઠો હતો. જ્યારે એક ઉભો હતો. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે આ વીડિયોનાં આધારે તપાસ શરૂ કરી હતી. ત્યારે પોલીસે વાયરલ થયેલા વીડિયોને લઈ કાર્યવાહિ હાથ ધરી છે. પોલીસે આ બાબતે તપાસ કરતા આરોપી મનીષ પટ્ટણીની તેનાં વાહન સાથે ધરપકડ કરી હતી.