Today Gujarati News (Desk)
Chat GTP ની શરુઆત થતાની સાથે AI નો ઉપયોગ વધી ગયો છે. આ મોડલ લોકોને જેટલો પસંદ આવી રહ્યો છે તેનાતી વધારે એક્સપર્ટોમાં આ વિશે ચર્ચાઓનો વિષય બની ગયો છે. આજકાલ લોકોમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે લોકો AI ની મદદથી તેનો પાસવર્ડ ક્રેક કરી શકે છે. આવો જાણો કેવી રીતે શક્ય બને છે.
છેલ્લા કેટલાક સમયથી AI નો ઉપયોગ ખૂબ ઝડપી વધી રહ્યો છે. Chat GTP અને એઆઈ ટુલ્સ આવવાથી તેને મુખ્યધારાએ પોતાનો અલગ રસ્તો બનાવી દીધો છે. સુરક્ષા નિષ્ણાતોએ AI ના ઉપયોગ કરવા પર ચેતવણી આપી છે. તેમનુ કહેવુ છે કે આ સાયબર સુરક્ષા માટે મોટો ખતરો ઊભો થઈ શકે છે. હવે એક નવા અધ્યાયથી ખબર પડશે કે AI ખરેખર આસાનીથી પાસવર્ડ ક્રેક કરી શકે છે.
સંશોધનમાં મળેલી જાણકારી
હોમ સિક્યુરીટી હીરોજના એક અધ્યયન પ્રમાણે દરેક સામાન્ય પાસવર્ડ લગભગ 51 ટકા ને AI દ્વારા એક મિનિટથી પણ ઓછા સમયમાં ક્રેક કરી શકાય છે. જ્યારે આના સિવાય 65 ટકા એક કલાકથી ઓછા સમયમાં તોડી શકાય છે.
કેવી રીતે સુરક્ષિત રાખશો પાસવર્ડ
સંશોધન પ્રમાણે 18થી વધારે અક્ષરોવાળા પાસવર્ડ મોટા ભાગે AI પાસવર્ડ ક્રેકર્સનાં વિરોધમાં સુરક્ષિત હોય છે. કારણ કે નંબર માત્ર પાસવર્ડ ને ક્રેક કરવા માટે પાસગેનને ઓછામાં ઓછા 10 મહિના લાગી જાય છે. સંશોધન પ્રમાણે એ પણ ખબર પડી જાય છે કે તેમા ચિન્હો, આંકડાઓ, નાના અક્ષરો અને મોટા અક્ષરોવાળા પાસવર્ડ તોડવામાં 6 ક્વિન્ટલિયન વર્ષ લાગી શકે છે.
પાસવર્ડ બાબતે આ વાતોનું ખાસ ધ્યાન રાખો
1. ઓછામાં ઓછા 15 કેરેક્ટરવાળોનો ઉપયોગ કરો
2. પાસવર્ડમાં ઓછામાં ઓછા બે અક્ષરો, સંખ્યા અને ચિન્હો રાખવા જોઈએ
3. સ્પષ્ટ પાસવર્ડ પેટેન્ટથી બચો, ભલે તેમની પાસે બધા કેરેક્ટર, લાંબા હોય