વિશ્વ ઘણા રહસ્યમય અને અજીબ જગ્યાઓથી ભરલું છે. આ દુનિયામાં ઘણી સુંદર જગ્યાઓ છે તો બીજી તરફ ખતરનાક જગ્યાઓ પણ છે, જે તમારા મનમાં ડર જગાવી શકે છે. એડવેન્ચરના શોખીનો માટે આ દુનિયામાં જગ્યાઓની ખામી નથી, પરંતુ શું તમે જાણો છો કે, કેટલીક એવી જગ્યાઓ પણ છે, જે માત્ર લોકો જ નહીં પણ વૃક્ષ અને છોડવાઓ માટે પણ ખતરનાક છે. તેમાંથી કેટલીક તો એવી જગ્યાઓ છે, જ્યાં થોડા જ કલાકોમાં તમારો જીવ પણ જઈ શકે છે. આ જગ્યામાંની એકનું નામ છે ડાનાકિલ ડિપ્રેશન. આ ઉત્તર આફ્રિકાના ઇથિયોપિયા નામના દેશમાં સ્થિત છે. અહીં ગરમ પાણીના ઝરણાઓ વહે છે, જે ચોક્કસ અંતરાલમાં જ્વાળામુખીની જેમ ફૂટે છે. આને કારણે અહીં હંમેશા જ્વાળામુખીની તીવ્ર ગતિવિધિઓ રહે છે. અહીં આગનો વરસાદ પણ થાય છે.
નીકળે છે પોટેશિયમ મીઠું અને સલ્ફર
ડાનાકિલ ડિપ્રેશનમાંથી મોટા પ્રમાણમાં પોટેશિયમ મીઠું અને સલ્ફર નીકળે છે. આને કારણે તેની આસપાસની જમીન લાલ, પીળી, નારંગી અને સફેદ રંગની થઈ ગઈ છે. તમારી માહિતી માટે જણાવી દઈએ કે, ડાનાકિલ ડિપ્રેશન સમુદ્રની સપાટીથી 125 મીટર નીચે સ્થિત છે.
પ્લેટો ખરી રહી છે
આ જગ્યા પર ત્રણ ટેક્ટોનિક પ્લેટ્સ હાજર છે, આ પ્લેટો આ સ્થાનેને ખાસ બનાવે છે. ટેક્ટોનિક મૂવમેન્ટના કારણે દર વર્ષે આ પ્લેટો એક બીજાથી 1 અથવા 2 સેન્ટીમીટર દૂર ખસી રહી છે. પ્લેટોના ખસવાનાથી અહીં તીરાડો પડી રહી છે. આ કારણે પૃથ્વીની અંદરથી ગરમ લાવા બહાર આવી જાય છે અને જ્વાળામુખી ક્રિયાઓમાં તેજી જોવા મળે છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે, કેટલાક સમય બાદ અહીં એક ઊંડો ખાડો થઈ જશે. જેને સમુદ્રનું પાણી સંપૂર્ણ રીતે ભરી દેશે.
માનવામાં આવે છે નરકનો દરવાજો
ડાનાકિલ ડિપ્રેશન પણ દુનિયાની સૌથી ગરમ જગ્યાઓમાં સામલે છે. વધુ તાપમાનના કારણે આ જગ્યા પર ઘણા જ્વાળામુખી અને ગરમ પાણીના ઝરણા પર આવેલા છે. જેમાંથી સતત ઝેર ગેસ અને આગ નીકળે છે. આ કારણે જ આ જગ્યા પર રહેવાનું તો શું અહીં જવાનું પણ કોઈ વિચારતું નથી. કોટલાક લોકો ડાનાકિલ ડિપ્રેશનને ધરતી આવેલ ‘નરકનો દરવાજો’ પણ માનવામાં આવે છે. આ જગ્યા પર વર્ષનું તાપમાન 34.4 ડિગ્રી હોય છે.
સંશોધકો પહેરે છે માસ્ક
આ વિસ્તારની હવામાં કલોરિન અને હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા ગેસનું પ્રમાણ વધારે હોવાથી સંશોધકો માસ્ક પહેરે છે. ડેલોલ એક અનોખી પાર્થિવ હાઇડ્રોથર્મલ સિસ્ટમ છે જેના ખનિજના નમૂનાઓ અને વિસર્જીત થતા તેજાબી પ્રવાહી માટે જાણીતું છે. ડેલોલ આસપાસનો વિસ્તાર પૃથ્વી પરનો સૌથી સૂકો વિસ્તાર ગણાય છે.