હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનો પ્રમાણ વધારો જોવા મળશે. ગરમી બાદ આગામી 2 દિવસમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો અનુભવ થશે. આગામી 2 દિવસ બાદ ગુજરાતમાં પ્રિ- મોન્સૂન એક્ટિવિટી શરુ થઈ શકે છે. હવામાન વિભાગે ગુજરાતના વિવિધ ભાગોમાં પ્રિ – મોન્સૂન વરસાદની આગાહી કરી છે. 11 મેથી રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં પણ વરસાદ વરસી શકે છે. રાજ્યમાં પ્રિ-મોન્સૂનને લઈ અનુકૂળ સ્થિતિ સર્જાઈ રહી છે. દેશમાં પર અલગ – અલગ 4 સિસ્ટમ સક્રિય થઈ છે. જેમાંથી 2 સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાઈ છે. જેના પગલે ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી શકે છે.