હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે.10 થી 14 મે વચ્ચે ગુજરાતભરમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરુ થશે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટી દરમિયાન વાવાઝોડા અને વંટોળ સાથે વરસાદ વરસે તેવી આગાહી કરી છે.
આ સમય દરમિયાન મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. ચોમાસાને લઈને અંબાલાલ પટેલે અનુમાન કરતા જણાવ્યુ છે કે કૃતિકા નક્ષત્રમાં જો વરસાદ થાય તો ચોમાસું સારુ રહેશે.
આ સાથે તેમણે જણાવ્યુ કે આ વર્ષે ચોમાસુ વહેલુ આવવાની સંભાવના છે. 10થી 14 જૂન વચ્ચે ગુજરાતમાં સારા વરસાદના એંધાણ છે. આ ઉપરાંત જૂન મહિનાના અંતમાં વાવાઝોડા સાથે વરસાદી માહોલ જામે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસું ખૂબ સારું રહે તેવું અંબાલાલ પટેલનું અનુમાન છે.