Gujarat News: સોમવારે (ધુળેટીના દિવસે) મોડી રાતે ચોટીલા-રાજકોટ હાઇવે પર ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સ અજાણ્યા વાહન સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા છે. આ એમ્બ્યુલન્સ ચોટીલાથી દર્દીઓને લઇને રાજકોટ જઇ રહી હતી. આ દરમિયાન આ ગોઝારો અકસ્માત સર્જાયો છે. પોલીસ ઘટના સ્થળે જઇને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, ચોટીલા – રાજકોટ હાઇવે પર આપા-ગીગાના ઓટલા પાસે અજાણ્યા વાહન પાછળ એમ્બ્યુલન્સ ધડાકાભેર અથડાઈ હતી.
જેમાં ઘટના સ્થળે જ એમ્બ્યુલન્સમાં સવાર ત્રણ લોકોના મોત નીપજ્યા છે. ચોટીલાથી દર્દીને રાજકોટ સારવાર માટે લઈ જવામાં આવી રહ્યો હતો આ દરમ્યાન ભયાનક અકસ્માત સર્જાયો હતો.
માહિતી એવી પણ મળી રહી છે કે, જે દર્દીને સારવાર માટે લઈ જવાઈ રહ્યો હતો તે દર્દી બચી ગયો અને સાથે રહેલા ત્રણ લોકોના મોત નિપજ્યા છે.
આ અકસ્માતના મૃતક નામ: 1. વિજયભાઈ બાવળીયા ઉ. વ. 39 (એમ્બ્યુલન્સ ચાલક) 2. પાયલબેન મકવાણા ( ઉંમર વર્ષ 18) 3. ગીતાબેન મીયાત્રા (ઉંમર વર્ષ 45)
આ ગોઝારા અકસ્માતમાં એમ્બ્યુલન્સ ચાલકનું મોત નીપજ્યુ છે.
આ ગોઝારા અકસ્માતમાં બે મહિલાઓના મોત નીપજ્યા છે.
આ ગોઝારા અકસ્માતમાં બે મહિલાઓના મોત નીપજ્યા છે.