Today Gujarati News (Desk)
ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના હન્ટર વિસ્તારમાં એક બસ દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે, જ્યારે 11 મુસાફરો ઘાયલ થયા છે. ઓસ્ટ્રેલિયન પોલીસે સોમવારે આ જાણકારી આપી.
બસમાં કેટલા મુસાફરો હતા?
પ્રાપ્ત માહિતી અનુસાર, સિડનીના ઉત્તર-પશ્ચિમમાં લગભગ 180 કિમી દૂર ગ્રેટા શહેરની નજીક રવિવારે રાત્રે લગભગ 11.30 વાગ્યે બસ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. જોકે, આ અકસ્માતમાં 18 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. આ બસમાં 40 મુસાફરો હતા, જેઓ લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, બસ દુર્ઘટનામાં 11 મુસાફરો ઘાયલ થયા હતા, જેમને હેલિકોપ્ટર અને રોડ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જો કે અન્ય 18 મુસાફરો સુરક્ષિત છે.
પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 58 વર્ષીય બસ ડ્રાઈવરને ફરજિયાત પરીક્ષણો અને મૂલ્યાંકન માટે પ્રાદેશિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હાલ પોલીસ અકસ્માત કયા કારણોસર થયો તે અંગે તપાસ કરી રહી છે. અકસ્માત બાદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આવી સ્થિતિમાં ફોરેન્સિક ટીમ અને તપાસ એકમ સોમવારે તેનું વિશ્લેષણ કરશે.