Today Gujarati News (Desk)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં ડિજિટલ સાયન્સ પાર્કનો શિલાન્યાસ કર્યો. કોચી વોટર મેટ્રો અને અન્ય વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના કોચીમાં વોટર મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું. આ પહેલા તેઓ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી ચુક્યા છે. આ ઉપરાંત અન્ય અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે.
ભારતનો પહેલો ડિજિટલ સાયન્સ પાર્ક કેરળમાં બનવા જઈ રહ્યો છે. તેનો શિલાન્યાસ આજે એટલે કે 25 એપ્રિલે પીએમ મોદીએ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24-25 એપ્રિલે બે દિવસીય કેરળની મુલાકાતે છે. એક સરકારી રીલીઝમાં જણાવાયું છે કે ત્રીજી પેઢીનો સાયન્સ પાર્ક ટેક્નોપાર્ક ફેઝ IV ટેક્નોસિટી ખાતે ડિજિટલ યુનિવર્સિટી ઓફ કેરળની નજીકમાં બનાવવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળના બે દિવસીય પ્રવાસે છે અને અહીં દેશના પ્રથમ ડિજિટલ સાયન્સ પાર્કનો શિલાન્યાસ કર્યો છે. ત્યારે આ 1,500 કરોડનો પ્રોજેક્ટ છે. ડિજિટલ સાયન્સ પાર્ક પ્રોજેક્ટની કલ્પના ડિજિટલ ટેક્નોલોજી પર કેન્દ્રિત મલ્ટિડિસિપ્લિનરી ક્લસ્ટર-આધારિત ઇન્ટરેક્ટિવ-ઇનોવેશન ઝોન તરીકે કરવામાં આવી હતી અને તે બે વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.