Today Gujarati News (Desk)
જે ગ્રાહકોને વધારે ડેટાની જરુર પડે છે તેવા લોકો માટે BSNLનો આ પ્લાન મહત્વનો સાબિત થશે. કારણ કે આ વખતે BSNLના નવા પ્લાનમાં રોજ 5 જીબી ડેટાવાળો પ્લાન સાથે 84 દિવસની વેલિડીટી પણ આપવામાં આવી છે.
ટેલીકોમ ક્ષેત્રે રોજ નવી નવી જાહેરાતો જોવા મળતી હોય છે. દરેક કંપનીઓની હરિફાઈ ચાલી રહી છે. કંપની તેના ગ્રાહકો આર્કષવા માટે નવા નવા પ્લાન રજુ કરતી હોય છે. ઘણીવાર ગ્રાહકો પણ કન્ફ્યુજનમાં આવી જાય છે કે કઈ કંપનીનો પ્લાન ખરીદવો. તો આજે આપણી ભારતીય ટેલીકોમ કંપનીના નવા પ્લાન વિશે વાત કરીએ.
કોઈપણ નેટવર્ક પર કોલ કરવા માટે ફ્રી મિનિટ આપવામાં સાથે રોજ 5GB ડેટા
BSNL આ વખતે તેના નવા પ્લાન મુજબ 599 ના રિચાર્જમાં 84 દિવસની વેલિડીટી આપી રહ્યુ છે. એટલે કે એક વાર રિચાર્જ કરાવ્યા પછી ત્રણ મહિનાની શાતિ થઈ જશે. આ પ્લાન 3 મહિના માટે એક્ટીવ રહેશે. એટલે મહિને 200 રુપિયાનો ખર્ચ થશે. આ પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર કોલ કરવા માટે ફ્રી મિનિટ આપવામાં આવે છે. અને રોજ 5GB ડેટા આપવામાં આવે છે. આ સાથે રોજના 100 SMS પણ ફ્રી આપવામાં આવે છે.
રુપિયા 107 ના રિચાર્જના પ્લાનમાં 60 દિવસની વેલિડીટી
BSNL ના રુપિયા 107 ના રિચાર્જના પ્લાનમાં 60 દિવસની વેલિડીટી મળશે. આ સાથે તેમાં Data, Calling પણ મળે છે. આ પ્લાનમાં 3 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. અને તેની સાથે 200 મિનિટ કોલિંગ આપવામાં આવે છે. આ વિશે વધુ માહિતી માટે BSNLના 123 નંબર પર ડાયલ કરી માહિતી મેળવી શકો છો.