Astrology News : સનાતન ધર્મની માન્યતા અનુસાર, ઘરમાં તુલસીનો છોડ લગાવવું ખુબ શુભ હોય છે. લગભગ તમામ પ્રકારની પૂજામાં તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુની પૂજા તુલસી વગર અધૂરી માનવામાં આવે છે. એ ઉપરાંત આયુર્વેદમાં પણ તુલસીને એક ચમત્કારી છોડ ગણાવવામાં આવ્યો છે. તુલસીના છોડને ઘરમાં રાખવા માટે કેટલાક વિશેષ નિયમોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. હિન્દુ માન્યતા અનુસાર, તુલસીનો છોડમાં સાક્ષાત માતા લક્ષ્મીનો વાસ હોય છે. તમે મોટાભાગે લોકોને ઘરની બાલકની અથવા આંગળામાં તુલસી લાગેલી જોઈ હશે. એ ઉપરાંત, કેટલાક લોકો તુલસીને રસોડામાં પણ રાખી લે છે, પરંતુ શું તમને ખબર છે તુલસીના છોડને કિચનમાં રાખી શકાય કે નહિ?
તુલસીનો છોડ રસોડામાં રાખી શકાય?
હિંદુ ધાર્મિક માન્યતાઓ અનુસાર માતા અન્નપૂર્ણા રસોડામાં નિવાસ કરે છે. માતા અન્નપૂર્ણાને માતા લક્ષ્મીની સહાયક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો રસોડામાં તુલસીનો છોડ લગાવવામાં આવે તો તે શુભ માનવામાં આવે છે. રસોડામાં તુલસીનો છોડ લગાવવાથી દેવી લક્ષ્મી અને દેવી અન્નપૂર્ણા એક જગ્યાએ બિરાજે છે.
આ તમારા ઘર માટે અત્યંત સકારાત્મક હોઈ શકે છે. જો કે તુલસીના છોડને રસોડામાં રાખવાના ફાયદા છે, પરંતુ તેના માટે કેટલાક નિયમો પણ છે. જો રસોડામાં તુલસીના છોડને રાખતી વખતે આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો તુલસીના છોડની પવિત્રતા નષ્ટ થઈ શકે છે.
રસોડામાં તુલસીનો છોડ કેવી રીતે રાખવો?
રસોડામાં તુલસીનો છોડ રાખતી વખતે ધ્યાન રાખો કે તુલસીના છોડની આસપાસ ગંદકી ન હોય.
આ સિવાય તુલસીના છોડની પાસે ખાલી વાસણો પણ ન રાખવા જોઈએ. જેના કારણે ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થઈ શકે છે.