Today Gujarati News (Desk)
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ છત્તીસગઢમાં 18 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યા બાદ IAS અધિકારી રાનુ સાહુની ધરપકડ કરી છે. ઈડીએ નવા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં આ કાર્યવાહી કરી છે. સૂત્રોએ દાવો કર્યો છે કે પીએમએલએ કેસને કથિત ચોખા કૌભાંડ સાથે જોડવામાં આવી શકે છે.
કોંગ્રેસના નેતાઓના અડ્ડાઓ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા
સાહુ ઉપરાંત EDની ટીમે પ્રદેશ કોંગ્રેસ નેતા રામ ગોપાલ અગ્રવાલના ઘરની પણ સર્ચ કરી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન EDની ટીમોને CISFના જવાનો દ્વારા મદદ કરવામાં આવી રહી હતી. શુક્રવારે, EDએ રાયપુરના દેવેન્દ્ર નગરમાં અગ્રવાલ અને સાહુના પરિસરમાં સર્ચ હાથ ધર્યું હતું. EDની બીજી ટીમ કોરબા મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર પ્રભાકર પાંડેના ઠેકાણા પર જોવા મળી હતી.
દરવાજા પર તાળું લગાવી થઇ તપાસ
સીઆઈએસએફના જવાનોએ દરોડા દરમિયાન કોઈને ઘરની અંદર જવા દીધા ન હતા. મુખ્ય દરવાજો બંધ હતો અને ત્યારબાદ EDની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
18મી જુલાઈના રોજ સર્વોચ્ચ અદાલતે EDને રૂ. 2,000 કરોડના દારૂના કૌભાંડની સંપૂર્ણ તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો.