(નેશનલ ,ડેસ્ક )
-હિમાલયના વર્તમાન શંકરાચાર્ય સ્વામી શ્રી અવિમુક્તેશ્વારાનંદ સરસ્વતી મહારાજે યુપી હાઇકોર્ટ માં “શંકરાચાર્ય ” બિરુદ માટે પિટિશન કરી,મેળવ્યું હતું કોર્ટ નુ સમર્થન.
– બનાસકાંઠા આવતા વાલેર સ્વામી વાસુદેવાનનંદજી મહારાજ ને યુપી હાઇકોર્ટે છત્ર કે સિંહાસન ઉપયોગ પર લગાવી છે રોક :સનાતની વર્ગ..
– અસલી અથવા નકલી “શંકરાચાર્ય ” કોણ ? ઉઠ્યા શંકરાચાર્ય બિરુદ પર સવાલ..
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં આવેલ વાલેર ગામમાં જયશ્રી સુંદરપુરીજી મહારાજની પ્રતિષ્ઠા કાર્યક્રમ આગામી પચીસ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ યોજાઇ રહ્યો છે. પરતું આ ધાર્મિક વિધિની આડમાં પોતાની આમંત્રણ પત્રિકામાં શંકરાચાર્ય તરીકે ઓળખ આપતા ધર્મગુરુ મામલે વિવાદ થયો છે.આ મુદ્દે સનાતન ધર્મ પ્રેમીઓનુ માનવું છે કે અહીં આવતા કથિત શંકરાચાર્ય ને તેઓની શંકરાચાર્ય ઓળખ વિવાદ મામલે ઉત્તરપ્રદેશ હાઇકોર્ટ દ્વારા રોક લગાવવામાં આવી છે.ટુંકમાં કોર્ટ આદેશ હોઇ ,ધાનેરા આવતા સંત પોતાની અન્ય ઓળખ આપી સકે પરંતુ શંકરાચાર્ય તરીકે તેઓ પોતાની ઓળખ આપી શકતા નથી,અને જો આપે તો યુપી હાઇકોર્ટ આદેશ નુ અપમાન ગણાશે.તેવું સનાતન પ્રેમીઓનુ કહેવું થાય છે.જેથી આ વિવાદ મુદ્દે હાલ સનાતન ધર્મીઓમાં રોષ વ્યાપી ગયો છે.
ધાનેરા ખાતે યોજાયો ધાર્મિક કાર્યક્રમ અને વિવાદ ..
આ સમગ્ર વિવાદ જોતા બનાસકાંઠા ના ધાનેરા તાલુકાના વાલેર ગામે ૨૫ જાન્યુઆરી ૨૦૨૪ નાં રોજ એક ધાર્મિક કાર્યક્રમ યોજાઇ રહ્યો છે.આ કાર્યક્ર્મમાં સ્વામી વાસુદેવાનંદજીનું આગમન થઈ રહ્યું છે. આ કાર્યક્રમની આમંત્રણ પત્રિકા ઉપર વાસુદેવાનંદજીને જ્યોતિષપીઠ બદરિકાશ્રમના શંકરાચાર્ય તરીકે પ્રસ્થાપિત કરાતાં કાર્યક્ર્મ વિવાદાસ્પદ બન્યો છે. જ્યારે તેમના આ કૃત્યને ઉત્તરપ્રદેશ ઉચ્ચ ન્યાયાલય દ્વારા વાસુદેવાનંદ ઉપર શંકરાચાર્ય શબ્દ કે છત્ર કે સિંહાસનના ઉપયોગ ઉપર રોક લગાવતો આદેશ હાલ અમલમાં છે.જેથી આમંત્રણ પત્રિકા પર છપાયેલ તેમની ઓળખ કોર્ટ અવમાનના તરીકે પણ જોવાઈ રહ્યું છે અને સનાતન ધર્મીઓએ આ બાબતને ગંભીરતાથી લઈ હાઇકોર્ટના આદેશ ની અવમાનના ના સંદર્ભ માં કાયદેસર કાર્યવાહી કરવાની વાત પણ ઉચ્ચારી છે.
વાલેર ગામે યોજાઇ રહેલ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની પત્રિકાઓમાં સ્વામી વાસુદેવાનંદના મોટા ફોટા સાથે તેઓને ધર્મસમ્રાટ,અનંત વિભૂષિત, જ્યોતિષ પીઠાધીશ્વર, જગતગુરુ શંકરાચાર્ય સ્વામિ શ્રીમદ વાસુદેવાનંદ સરસ્વતીજી મહારાજ બદરિકાશ્રમ હિમાલય તરીકે છાપવામાં આવેલ છે.
આ મામલે અલ્હાબાદ હાઇકોર્ટે નો આ રહ્યો આદેશ : ઇનપુટ
જ્યારે ઇલાહાબાદ (ઉત્તર પ્રદેશ) સિવિલ જજ સિનિયર ડિવિઝન એ સિવિલ કેસ નંબર ૫૧૩/૧૯૮૯ ના કામે આપેલ ચુકાદામાં સ્પષ્ટ પણે આદેશ કરેલ છે કે, સ્વામિ વાસુદેવાનંદ સરસ્વતી કો સદેવ કે લિયે નિર્દેશિત કિયા જાતા હે કી વહ અપને કો જગતગુરુ શંકરાચાર્ય બદરિકાશ્રમ હિમાલય ઘોષિત ના કરે વ શંકરાચાર્ય કાર્યાલય કા પ્રતિક ચિન્હ દંડ, છત્ર, ચવર, સિંહાસન કા ઉપયોગ ના કરે…..
અને ત્યારબાદ વાસુદેવાનંદ સરસ્વતી એ કોર્ટના આ ચુકાદા વિરુદ્ધ ઉત્તર પ્રદેશ હાઇકોર્ટ માં કોર્ટ નંબર ૩૪ સમક્ષ અપીલ નંબર ૩૦૯/૨૦૨૫ દાખલ કરેલી પરંતુ ઉત્તરપ્રદેશ હાઇ કોર્ટે નીચલી અદાલતનો ચુકાદો માન્ય રાખી સ્વામી વાસુદેવાનંદની અપીલ ફગાવી નાખેલી.
આમ ઉત્તરપ્રદેશની હાઇકોર્ટે પણ વાસુદેવાનંદને શંકરાચાર્ય માનવાથી ઇનકાર કરી દીધેલ. આમ છતાં સ્વામી વાસુદેવાનંદએ ધાનેરા તાલુકાના વાલેર ગામે પ્રતિષ્ઠા કાર્યક્રમમાં શંકરાચાર્ય તરીકે હજાર રહેવાની સમ્મતિ આપી સંસ્થા દ્વારા આમંત્રણ પત્રિકાઓ ઉપર પોતાને શંકરાચાર્ય છપવડાવી કોર્ટની અવમાનના કરાતાં જિલ્લાની ધર્મપ્રેમી જનતામાં ખૂબ જ રોષ ની લાગણી પ્રસરી છે.
કોર્ટ ચુકાદા મુજબ કોણ છે,જ્યોતિષપીઠ બદરિકાશ્રમ,હિમાલયના વર્તમાન શંકરાચાર્ય ?..
અત્રે ઉલ્લેખનીય છે કે જ્યોતિષપીઠ, બદરિકાશ્રમ – હિમાલય ના વર્તમાન શંકરાચાર્ય સ્વામી શ્રી અવિમુક્તેશ્વારાનંદ સરસ્વતીજી મહારાજ છે.જેઓએ પોતાના ધાર્મિક પદ ” શંકરાચાર્ય ” માટે મોટી લડાઈ લડી હતી. અને પુરાવાના પૂઠ્ઠકરણ અને વિશ્લેષણ બાદ તેઓએ સાબિત કર્યું હતું કે તેઓ ન્યાયિક રીતે આ પદના હકદાર છે.