Corona in Gujarat: રાજ્યમાં ફરી સ્વાઇન ફ્લૂના કેસ (H1N1) નોધાતા ફફડાટ પ્રસર્યો છે. આ દર્દીઓને અસારવા સિવિલમાં સારવાર આપવામાં આવી રહી છે. ઉપરાંત કોરોના ના નવા બે કેસ સામે આવ્યા છે જેમને પણ અસારવા સિવિલમાં સારવાર ચાલી રહી છે. કોરોનાના એક દર્દી યુવાન છે જેની 40 વર્ષની ઉમર છે જ્યારે બીજા દર્દી મહિલા છે જેમની ઉમર 75 વર્ષની છે. બંને દર્દીઓ અત્યારે ઓક્સિજન ઉપર છે.
સ્વાઇન ફ્લૂના કેસ નોધાયા
રાજ્યમા H1N1 ના કેસ સાથે ફરી એકવાર કોરોના એ દસ્તક દીધી છે. જ્યાં અસારવા સિવિલ માં H1N1 5 કેસ નોંધાતા શહેરમાં ફફડાટ પ્રસર્યો છે. 5 દર્દીને અસારવા સિવિલમાં દાખલ કરાયા છે. 5 કેસમાં એચ વન એન વનનું એક દર્દી જે સ્ટેબલ થતા તેને રજા આપી દેવામાં આવી છે. હાલ હોસ્પિટલમાં 4 દર્દી દાખલ છે. આ 4 દર્દીઓ 48 વર્ષથી 63 વર્ષ સુધીના છે. જેમાં 3 દર્દી એવા છે જેને સિવિયર કો-મોરબિલિટીઝ છે. જે 3 દર્દી ગુજરાતના અને એક દર્દી મધ્યપ્રદેશનું છે. 4 દર્દીમાં 1 દર્દી બાયપેપપર અને 1 દર્દી વેન્ટિલેટર પર અને 2 દર્દી સામાન્ય ઓક્સિજન પર છે. તો બીજી તરફ હાલ કોવિડના 2 દર્દી અસારવા સિવિલમાં દાખલ છે. જે બંને દર્દી સિવિયર મોરબી ડિટીઝ વાળા છે. 1 દર્દી 40 વર્ષના પુરુષ છે અને બીજો દર્દી 75 વર્ષના મહિલા છે. બંને દર્દીને સામાન્ય ઓક્સિજનની રિક્વાયરમેન્ટ છે.
કોરોનાની એન્ટ્રીએ ફફડાટ ફેલાવ્યો
કોરોના મહામારી એ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યુ હતું. ત્યારે આ જ કોરોનાએ ફરી માથુ ઉચક્યુ છે. અમદાવાદમાં કોરોનાના 2 કેસ સામે આવ્યા છે. બંને દર્દીઓને અમદાવાદ અસારવા સિવિલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે. આ સાથે H1N1 ના 5 કેસ પણ નોંધાયા છે. રાત્રે સામાન્ય ઠંડી અને દિવસે પડી રહેલી ગરમીને કારણે બેવડી ઋતુ જોવા મળે છે. વાતાવરણની અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. અને ડબલ ઋતુમાં લોકો બિમાર પડી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં ફરી કોરોનાની એન્ટ્રી થતા લોકો ફફડી રહ્યા છે. લોકોને જુના દિવસો યાદ આવી રહ્યા છે જ્યારે હોસ્પિટલોમાં સારવાર માટે બેડ પણ મળતા ન હતા. તો બીજી તરફ લાશોના ઢગલા ખડકાયા હતા. સ્મશાનો પણ હાઉસફૂલ હતા. અંતિમ સંસ્કાર માટે પણ જગ્યાઓ મળી રહી ન હતી. કોરોનામાં લોકોએ પોતાના અનેક સ્વજનો ગુમાવ્યા હતા ત્યારે ફરી કોરોનાની એન્ટ્રી થતા લોકો ફફડી રહ્યા છે.
વાયરલ ઇન્ફેક્શનના કેસો વધ્યા
હાલમાં બેવડી ઋતુના કારણે શહેરમાં વાયરલ ઇન્ફેક્શન ના દર્દીઓમાં વધારો થયો છે. બપોરે પડી રહેલી અસહ્ય ગરમીની અસર લોકોના સ્વાસ્થ્ય પર થઇ રહી છે. ગરમીમાં અમદાવાદમાં ઝાડા-ઉલ્ટી, ચક્કર આવવા સહિતના કેસોમાં વધારો થયો છે. જ્યારે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે એક સપ્તાહ દરમિયાન દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.’